Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

સુરતમાં લોકડાઉન બાદ ધંધામાં આવક ન થતા વેપારીનો આપઘાત

સુરત:લોકડાઉન ખુલ્યા પછી અનલોક અને દિવાળીના તહેવારમાં પણ ગારમેન્ટની શોપમાં ઘરાકી નહીં આવતા ધંધો પડી ભાગતા હતાશ થઇ ગયેલા ગોપીપુરાના યુવાને બેસતા વર્ષના બીજા દિવસે ઘરમાં હીંચકાના કડા સાથે દુપટ્ટો બાંધીને આપઘાત કર્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગોપીપુરા શીવકૃપા એપાર્ટમેન્ટમાં રહેતા નરેશભાઇ ગણેશ રાણા ( ઉ.વ.36 ) ની ઉધનામાં ગારમેન્ટની દુકાન હતી. કોરોનાના કારણે લોકડાઉનમાં બંધ રહેતા બેકાર તો થઇ ગયા જ હતા.સાથે જ લોકડાઉન પછી અનલોક શરૃ થયા પછી પણ દુકાનમાં જોઇએ તેવી ઘરાકી શરૃ થઇ ના હતી. શોપનો ધંધો પડી ભાગતા હતાશ થઇ ગયા હતા. આથી બેકારીથી કંટાળીને બેસતા વર્ષના બીજા દિવલે રાત્રીના ઘરમાં જ હીંચકાના કડા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઇ આપધાત કરી લેતા અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

(5:13 pm IST)