Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ખેડબ્રહ્મામાં માતાજીના મંદિરે નવા વર્ષની શરૂઆતમાં 60થી70 હજાર શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો

ખેડબ્રહ્મા:ખેડબ્રહ્મા માતાજી મંદિરમાં નૂતન વર્ષાભિનંદનથી આજ સુધી અંદાજે ૬૦ થી ૭૦ હજાર યાત્રાળુઓએ દર્શન કરી માના આર્શિવાદ લીધા હતા. ખેડબ્રહ્મા ખાતે આવેલ પૌરાણિક યાત્રાધામ મા અંબાના દર્શન માટે નૂતનવર્ષાભિનંદન એકમથી આજે લાભ પાંચમ સુધીમાં ૬૦ થી ૭૦ હજાર યાત્રાળુઓ દર્શન કર્યા હતા. અમદાવાદસુરતવડોદરા તેમજ મુંબઈથી દર વર્ષે આવતા યાત્રાળુઓ આ વર્ષે પણ મા અંબાના દર્શન કરવા આવ્યા હતા. તેમ મંદિર ટ્રસ્ટના મેનેજર ઘનશ્યામસિંહ રહેવરે જણાવ્યું હતું. રોજ રોજ વહેલી સવારથી જ યાત્રાળુઓ દર્શન માટે આવતા હતા. આ તમામ યાત્રાળુઓને સેનેટાઈઝ તેમ મશીનગનથી ચેક કરી માસ્ક પહેરીને દર્શનનો લાહવો લેવા દીધો હતો.

(5:13 pm IST)
  • સાઉથ આફ્રિકાનો એક ખેલાડી કોરોનાથી સંક્રમિત : ઇંગ્લેન્ડ વિરુદ્ધ મર્યાદિત ઓવરોની સિરિઝ પહેલા સાઉથ આફ્રિકા ક્રિકેટ ટીમના ત્રણ ખેલાડીઓ આઇસોલેશન પર access_time 3:44 pm IST

  • દેશમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં એકધારો વધારો :એક્ટિવ કેસમાં સતત ઘટાડો :રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 40,909 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 89,99,049 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,41,727 થયા:વધુ 41,302 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 84,23,162 રિકવર થયા :વધુ 514 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,32,133 થયો access_time 1:16 am IST

  • ગુજરાત પ્રદેશ ભાજપના માળખાની આજે જાહેરાત થવા સંભાવના access_time 4:24 pm IST