Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

સુરતમાં રિંગરોડ નજીક રઘુકુળ ટેક્સ્ટાઇલ માર્કેટમાં કાપડની દુકાનમાં આગ ભભુકતા અફડાતફડી મચી જવા પામી

સુરત: શહેરના રીંગ રોડ પર આવેલી રઘુકુળ ટેક્સટાઈલ માર્કેટમાં આજે બપોરે કપડાની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળતા ત્યાં ભારે અફડાતફડી મચી જવા પામી હતી.

ફાયર બ્રિગેડ પાસેથી મળેલી વિગત મુજબ રીંગ રોડ પર કમેલા દરવાજા ખાતે રઘુકુલ ટેક્સટાઇલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનમાં અચાનક ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થતા આગ ફાટી નીકળી હતી જેના પગલે ત્યાં ભારે ભાગદોડ થઈ જવા પામી હતી. આગના ધુમાડાના ગોટેગોટા નીકળવા માંડ્યા હતા જેથી આજુબાજુની દુકાનદારોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા વાયર ઓફિસરો અને ફાયર જવાનો તથા ડુંભાલ અને માન દરવાજા ફાયર સ્ટેશનની ચાર ગાડી ઘટના સ્થળે ધસી ગઈ હતી અને આજે બપોર સુધી આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યા છે અને માત્ર એક જ દુકાનમાં આગ લાગી હતી જ્યારે આજુબાજુની દુકાન ને બચાવી લીધી હોવાનું ફાયર સૂત્રોએ જણાવ્યું હતું.

(5:07 pm IST)
  • ફેબ્રુઆરીમાં મેડિકલ કર્મચારી અને સિનિયર સિટીઝન માટે તથા એપ્રિલમાં દેશભરની પ્રજા માટે ઓકસફર્ડ કોરોના વેકસીન મળતી થઈ જશે : ભારતમાં ઓકસફર્ડ કોવિડ વેકિસન કોરોના વોરિયર્સ/ હેલ્થ કેર કર્મચારીઓ તથા સિનિયર સિટીઝનોને ૨૦૨૧ના ફેબ્રુઆરી આસપાસ મળતી થઈ જશે. જયારે દેશની સામાન્ય પ્રજા માટે એપ્રિલ સુધીમાં ઓકસફર્ડ કોરોના વેકિસન મળવા લાગશે. તેના બે ડોઝની વધુમાં વધુ કિંમત ૧૦૦૦ રૂપિયા આસપાસ રહેશે તેમ સિરમ ઈન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ અદર પુનાવાલાએ કહ્યું છે. access_time 12:52 pm IST

  • ગુજરાત પ્રદેશ ભાજપના માળખાની આજે જાહેરાત થવા સંભાવના access_time 4:24 pm IST

  • આંધ્રમાં 25 સ્થળોએ સીબીઆઈ ત્રાટકી:આંધ્ર પ્રદેશમાં સીબીઆઈએ ૨૫ સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સર્ચ ઓપરેશનમાં તેલુગુ દેશમ પાર્ટીના ભૂતપૂર્વ ધારાસભ્યનો પણ સમાવેશ થાય છે access_time 11:12 pm IST