Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

વડોદરામાં નવા વર્ષની શરૂઆતમાં અછોડા તોડ સક્રિય:વોક કરવા નીકળેલ મહિલાને નિશાન બનાવી મંગળસૂત્રની ઉઠાંતરી

વડોદરા: શહેરમાં ફરી એક વાર અછોડા તોડ ગેંગનો ઉપદ્રવ શરૃ થયો છે.વહેલી સવારે વોક લેવા નીકળતા લોકોને ટાર્ગેટ કરતા અછોડા તોડોએ નવા વર્ષની સવારે જ એક મહિલાના ગળામાંથી મંગળસૂત્ર લૂંટ્યુ હતું.

સમા કેનાલ પાસે વૃન્દાવન ડુપ્લેક્સમાં રહેતા સરોજબેન વાઘેલા ગઇ તા.૧૬મીએ સવારે સવા છ વાગે ઘર બહાર કચરો નાંખવા નીકળ્યા ત્યારે મોંઢે રૃમાલ બાંધેલો યુવક તેમના ગળામાંથી બે તોલાનું મંગળસૂત્ર લૂંટી ફરાર થઇ ગયો હતો.નજીકમાં બાઇક લઇ સાગરીત ઉભો હોવાથી લૂંટારો તેની પાછળ બેસી ભાગી છુટયો હતો.

આમ,અછોડા તોડોએ હવે પધ્ધતિ બદલી છે.એક અછોડા તોડ ચાલતો આવી અછોડો લૂંટતો હોય છે અને બીજો સાગરીત બાઇક લઇ તૈયાર ઉભો હોય છે.આ પ્રકારનો ત્રીજો બનાવ ટૂંકાગાળામાં બન્યો છે.

(5:06 pm IST)