Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

વડોદરાના નવાપુરા વિસ્તારમાં લોન આપવાનું કહી બે શખ્સો છેતરપિંડી આચરી રફુચક્કર

વડોદરા: શહેરના નવાપુરા વિસ્તારમાં ફાયનાન્સ કંપનીના એજન્ટ તરીકે ઓળખ આપી રહીશો પાસેથી લોન પ્રોસેસ ફી પેટે 14 હજાર રૂપિયાનું ઉઘરાણું કરી રફુચક્કર થઈ ગયેલા કરજણના બે શખ્સો વિરુદ્ધ નવાપુરા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે નોંધનીય છે કે આગામી દિવસોમાં આ પ્રમાણે લોકો છેતરાયા હોવાના અન્ય કિસ્સા પણ સામે આવી શકે છે.

વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ મહેબુબપુરાના વણકર વાસમાં રહેતા મીનાબેન પરમારને પાદરાના રહેવાસી  ભાનુબેન પરમારે બે મહિના અગાઉ ફોન થકી જણાવ્યું હતું કે શબ્બીરભાઈ માઈક્રો ફર્સ્ટ ફાઇનાન્સ ના એજન્ટ છે અને 1 હજાર ફી લઈ 1 લાખ રૂપિયાની લોન અપાવે છે. ત્યારબાદ રૂબરૂ મુલાકાત કરી શબ્બીર સાથે અન્ય એક વ્યક્તિ યાસીન દીવાન આવ્યા હતા અને અન્ય કોઈને પણ લોન જોઇતી હોય તો અપાવી દઈશું તેમ જણાવતા મહિલાએ  આસપાસ રહેતી અન્ય મહિલાઓને વાત કરી ડોક્યુમેન્ટ અને વ્યક્તિદીઠ 1 હજાર લેખે કુલ 6000 અપાવ્યા હતા. ત્યારબાદ લોન અંગે વાતચીત કરતા પ્રોસેસમાં સમય લાગશે તેમ કહી દિવસો પસાર કરતાં શંકા ઉપજી હતી અને મોબાઈલ ફોન પર ઉદ્ધતાઈ વર્તન કરતા લોન નહિ મળે તમારાથી થાય તેમ કરી લો તેવી ધમકી આપી હતી.  

(5:05 pm IST)