Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ધરમપુર મોટી ઢોલડુંગરી ગામેથી 8 ફૂટ લાંબો અજગર પકડાયો

(કાર્તિક બાવીશી દ્વારા) ધરમપુરના જંગલ વિસ્તારમાં ઠંડીની મોસમ શરૂ થતાં જ હવે સાપો બહાર આવી રહ્યા છે. આજરોજ નાની ઢોલ ડુંગરી ગામે 8 ફૂટ 3 ઇંચ લાંબો અજગર જોવા મળ્યો હતો. 

ધરમપુર નાની ઢોલ ડુંગરી ગામે રહેતા રૂપસિંગભાઇ માંદાભાઇ પટેલના ઘરના પાછળના ભાગે વિશાળકાય સાપ જોવા મળ્યો હતો. તેમણે નજીકથી જોતાં તેમને મોટો અજગર જોવા મળ્યો હતો. જેના પગલે તેમણે આ સંદર્ભે નવસારી વાઇલ્ડ વેલફેર ફાઉન્ડેશન નવસારી ગૃપના રોનિતભાઇને જાણ કરતા તેઓ તુરંત ત્યાં આવી ગયા અને તેમણે મોટા અજગરને પકડી પાડ્યો હતો. 

આ અજગરનું વજન કરતાં તે 11 કિલો અને 600 ગ્રામનો થયો હતો. આ અજગરને રોનિતે જંગલમાં માનવ વસ્તીથી દૂર છોડી આઝાદ કરી દીધો હતો.

(2:02 pm IST)