Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમદાવાદમાં માસ્ક વગર પકડાયા તો 1000 રૂપિયા દંડ : પોઝિટિવ આવ્યા તો સીધા હોસ્પિટલ મોકલાશે

કોઇ પણ વ્યક્તિ માસ્ક વગર પકડાયો તો તેનો સીધો ઓન ધ સ્પોટ કોરોના ટેસ્ટ કરાશે: મનપાનો મોટો નિર્ણંય

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લાલ આંખ કરી છે. અમદાવાદમાં 57 કલાકનું કરફ્યૂ લગાવવામાં આવ્યુ છે.રાજ્યમાં 23 નવેમ્બરથી સ્કૂલ અને કોલેજ ખોલવાના પોતાના નિર્ણય પર રોક લગાવી દીધી છે.મનપાએ વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે અમદાવાદમાં કોઇ પણ વ્યક્તિ માસ્ક વગર પકડાયો તો તેનો સીધો ઓન ધ સ્પોટ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો વ્યક્તિ કોરોના ટેસ્ટમાં નેગેટિવ આવ્યો તો તેને 1000 રૂપિયા દંડ ફટકારવામાં આવશે અને જો પોઝિટિવ આવ્યો તો સીધો હોસ્પિટલમાં મોકલી દેવામાં આવશે

અમદાવાદમાં તંત્રએ 57 કલાકનો કરફ્યૂ લગાવી દીધો છે. આ કરફ્યૂ આજ રાત્રે 9 વાગ્યાથી શરૂ થશે જે સોમવારે સવારે 6 વાગ્યા સુધી રહેશે. કરફ્યૂ દરમિયાન માત્ર જરૂરી ચીજ વસ્તુઓની દુકાનો જ ખુલ્લી રહેશે. આ પૂર્ણ કરફ્યૂ દરમિયાન માત્ર દૂધ અને દવાની દુકાનો જ ખોલવાની પરવાનગી છે

(12:53 pm IST)