Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહની અકિલા સાથે વાતચીત

હવે કોરોનાની પરિસ્થિતિ હળવી થાય પછી જ શાળા-કોલેજો ખોલવાનો નિર્ણય

રાજકોટ, તા. ર૦ : રાજયના શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કોરોનાની પરિસ્થિતિ હળવી થાય પછી જ સમીક્ષા કરીને શાળા-કોલેજો ખોલવાનો નિર્ણય કરવાનું જાહેર કર્યું છે. હવે ડીસેમ્બર પહેલા કોઇ નિર્ણયની સંભાવના જણાતી નથી.

શ્રી ભૂપેન્દ્રસિંહે આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે સરકારે શાળા-કોલેજો ખોલવા માટે કેબીનેટમાં નિર્ણય કર્યા ત્યારે કોરોનાની પરિસ્થિતિ અલગ હતી. અત્યારે કેસ વધ્યા છે સરકારે વાલીઓની લાગણીની નોંધ લીધી છે. સરકારે દરેક વખતે પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય લેવાનો થતો હોય છે. હવે પરિસ્થિતિ હળવી થાય પછી જ સમીક્ષા કરીને નિર્ણય લેવાશે.

હાલ તમામ શાળા-કોલેજોમાં શિક્ષણ બંધ જ રહેશે.

(11:28 am IST)