Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ગુજરાતમાં કોરોનાના દર્દીઓ વધતા ઓકિસજન વપરાશમાં મોટો ઉછાળો

નવેમ્બર પ્રારંભે દૈનિક ૧૩૦ મેટ્રિક ટનની જરૂરિયાત સામે અત્યારે ૧૬૦ મેટ્રિક ટન વપરાશ

રાજકોટ,તા. ૨૦: ગુજરાતમાં કોરોનાના દર્દીઓ વધતા ઓકિસજનના વપરાશમાં તેમજ દવાના વપરાશમાં વધારો નોંધાયો છે. આવતા દિવસોમાં દર્દીઓની સંખ્યા વધવાની ભીતિ છે. દિવાળીના તહેવારોમાં બજારોમાં ભીડ વધતા સંક્રમણ વધ્યું છે.

સરકારી સુત્રોના જણવ્યા મુજબ નવેમ્બરના પ્રારંભે રાજ્યમાં કોરોનાના દર્દીઓનું પ્રમાણ દૈનિક ૯૦૦ની અંદર હતું. ગઇ કાલથી સ્થિતી મુજબ રોજ ૧૨૦૦થી વધુ દર્દીઓ વધી રહ્યા છે. નવેમ્બર પ્રારંભે દર્દીઓ માટેના ઓકીસજનનો રોજનો ૧૩૦ મેટ્રિક ટન જેટલો વપરાશ હતો. પખવાડિયામાં તબક્કાવાર તે વધીને હાલ ૧૬૦ મેટ્રિક ટન સુધી પહોંચી ગયો છે. સપ્ટેમ્બરમાંકોરોના સૌથી વધુ ફેલાયેલ તે વખતે મહતમ વપરાશ દૈનિક ૨૪૦ મેટ્રિક ટને પહોંચ્યો હતો. હાલમાં રોજનો સરેરાશ ૩૦ મેટ્રિક ટનનો વધારો ચિંતાજનક છે. જો કે રાજ્યમાં ઓકિસજન, દવા, વેન્ટીલેટર વગેરે પુરતી માત્રામાં ઉપલબ્ધ હોવાનું સરકારી સુત્રોનું કહેવું છે.

(10:20 am IST)