Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમદાવાદમાં કર્ફયૂ લંબાવાય તેવી આશંકાએ અફરાતફરી :શાકભાજીની ખરીદવા ભારે ભીડ

વહેલી સવારથી આવશ્યક ચીજ વસ્તુઓ માટે પડાપડી :લોકો શાકભાજીથી લઈને બીજી વસ્તુઓ ખરીદવા ઉતરી પડ્યા

અમદાવાદ : અમદાવાદમાં તહેવાર બાદ કોરોના વિસ્ફોટ થતા આજ રાતથી સોમવાર સવારે છ વાગ્યા સુધી સંપૂર્ણ કર્ફ્યુના નિર્ણંયને પગલે અમદાવાદમાં વહેલી સવારથી આવશ્યક ચીજ વસ્તુઓની ખરીદી કરવા લોકો રસ્તા પર ઉતરી પડ્યા છે

 

શનિવાર અને રવિવારે અમદાવાદ શહેર સંપૂર્ણ બંધ રહેશે. ત્યારે શાકભાજીની લારીઓ પર ભયંકર ભીડ જામી છે

અમદાવાદમાં કરફ્યુને લઇ અફરાતરફીનો માહોલ સર્જાયો છે. વહેલી સવારથી લોકો ખરીદી માટે ઉમટી પડ્યા છે. વહેલી સવારથી આવશ્યક ચીજ વસ્તુઓ માટે પડાપડી કરવામાં આવી રહી છે.

(10:00 am IST)