Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

ગરુડેશ્વર ખાતે તાલુકા સેવા સદનના ઇ લોકર્પણ કાર્યક્રમમાં મનસુખ વસાવાએ મૂડીવાદી અને બિલ્ડરોને ચેતવણી આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગરુડેશ્વર ખાતે છેલ્લા 1 વર્ષથી પણ વધુ સમયથી તૈયાર થયેલ તાલુકા સેવા સદનના લોકર્પણ નું મુહૂર્ત આજે થયું હતું. કેટલાય સમયથી આ વિસ્તારના લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો જેનું નિરાકરણ આજે આવ્યું છે.

  આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસુલ મંત્રી કૌશિક પટેલ દ્વારા ગરુડેશ્વર તાલુકા સેવા સદનનું ઇ લોકર્પણ કરવામાં આવ્યું જોકે દુનિયા સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ ગરુડેશ્વર તાલુકામાં જ બની છે જેને કારણે અહીં બિલ્ડર લોબી અને મૂડીવાદી લોબી જમીન ખરીદવા માટે માથા મારી રહી છે પણ આ બિલ્ડર લોબી અને મૂડીવાદી લોબીને સાંસદ મનસુખ વસાવાએ જાહેર મંચ પરથી ચેતવણી આપી દીધી છે.
 આ પ્રસંગે ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ તેમના પ્રવચનમાં ગુજરાત સહિતના મૂડીવાદી અને બિલ્ડરોને અહીં જમીન પચાવી પાડનારને સંકેત આપ્યા છે કે અહીં ગરુડેશ્વર તાલુકાના ખેડૂતોની જમીન આવા કોઈ લોકો પચાવી ના પાડે તે માટે આપણે સતર્ક રહેવું પડશે પોતાના ભાષણમાં મનસુખભાઈ વસાવા એ તાલુકા અને જિલ્લા ના અધિકારીઓને પણ સંકેત આપ્યા છે કે આવા લોકો થી ચેતીને ચાલજો અને અહીં આ વિસ્તારમાં મૂડીવાદી અને બિલ્ડરો અહીંના ખેડૂતોને છેતરી ન જાય અને અહીંના ગરીબ લોકોનું શોષણ ન થાય તેની કાળજી પણ રાખવી પડશે તેમ તેમણે જણાવ્યું હતું.

(12:21 am IST)