Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમદાવાદમાં વધુ 8 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં મુકાયા :14 એરિયાને માઈક્રો કન્ટેન્ટ એરિયામાંથી દૂર કર્યા

સૌથી વધુ સાઉથ ઝોનમાં 3 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ તરીકે જાહેર કરાયા

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે ગુરુવારે 8 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે.જયારે 14 એરિયાને માઈક્રો કન્ટેન્ટ એરિયામાંથી દૂર કરાયા છે  હવે અમદાવાદ શહેરમાં 96 માઈક્રો કન્ટેન્ટ વિસ્તારો છે.

કોરોના વાઇરસને ફેલાતા અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર તાબડતોડ પગલા લઇ રહ્યું છે. ત્યારે આ કડીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગુરુવારે 8 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં જાહેર કર્યા છે. તેમાં સૌથી વધુ સાઉથ ઝોનમાં 3 વિસ્તારને માઇક્રો કન્ટેન્મેન્ટ તરીકે જાહેર કરાયા છે. ત્યારબાદ સાઉથ વેસ્ટ ઝોનમાં બે વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ જાહેર કરવામાં આવ્યા છે

વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.જેમાં1 ઘોડાસર_ ઘર નંબર 41, 42, 55, 56 જયક્રિષ્ના સોસાયટી વિભાગ C( 2)  ઈશનપુર_ ઘર નંબર A31 to A40, સંકેત ટેનામેંત 3.ઇન્દ્રાપુરી_ ઘર નંબર 5 to 12 , રાધે દુપ્લેકસ,4.પાલડી_ હરીશ અપાર્ટમેન્ટ પાર્ટ 2,(5) . વેજલપુર_સિધ્ધિ સોસાયટી6. વસ્ત્રાલ_શ્રીધર દુપ્લેક્સ7.જોધપુર_D બ્લોક ,શરણમ્ બી અને 8. વસ્ત્રાપુર_1 બ્લોક,બીજો માળ 8 બ્લોક, ત્રીજો માળ 9 બ્લોક અનિક એપાર્ટમેન્ટ

(11:02 pm IST)