Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

દારૂની ડિલિવરી બાદ ફૂડ સપ્લાય કંપનીઓ સામે લાલઆંખ :નોકરીએ રાખતાં પહેલાં પોલીસ પાસે લેવું પડશે એનઓસી

ઝોમેટોની ડિલિવરી બેગમાં વિદેશી દારની 6 બોટલ સાથે ડીલેવરિમેન ઝડપાયા બાદ તવાઈ

રાજકોટ-ઝોમેટોમાં દારૂની ડીલેવરીનો કિસ્સો સામે આવ્યા બાદ પોલીસ વિભાગની ફૂડ સપ્લાય કરતી કંપની સામે લાલ આંખ કરી છે. પોલીસ કમિશ્નર જાહેરનામુ બહાર પાડશે.

   ફૂડ સપ્લાય કરનાર કંપનીએ કોઇ વ્યક્તિને નોકરી પર રાખ્યા પહેલા પોલીસનું એનઓસી લેવું પડશે. રાજકોટમાં બુટલેગર દ્વારા દારુ વેચવાનો નવો કીમિયો અપનાવવામાં આવી રહ્યો છે. ઝોમેટોની ડિલિવરી બેગમાં વિદેશી દારની 6 બોટલ સાથે ડીલેવરિમેનને પોલીસે ઝડપી પાડ્યો છે.

રાજકોટના ગોપાલ ચોક નજીક અક્ષર સ્કૂલ પાસેથી પસાર થતા મિલન ગરેજા નામના ડિલેવરી બોયની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ પકડમાં આવેલો આ શખ્સ 7 વર્ષ પહેલાં પોરબંદરમાં દારૂના ગુનામાં ઝડપાયો હતો

ઝોમેટોના થેલામાંથી છ બોટલ વિદેશી દારૂ પણ મળી આવ્યો છે. પોલીસે પલ્સર તેમજ છ બોટલ વિદેશી દારૂ સાથે વીસ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.

(9:05 pm IST)