Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

રાજ્યની પ્રાથમિક શાળાના વિલીનીકરણનો નિર્ણય ભવિષ્યમાં વિઘાતક સાબીત થશે.

જન જાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતના સભ્યોની શિક્ષણમંત્રીને રજૂઆત

અમદાવાદ : રાજ્યની પ્રાથમિક શાળાનું વિલીનીકરણ મામલે જન જાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતના સભ્યો શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરવા પહોંચ્યા હતા. અને કહ્યુ હતુ કે પ્રાથમિક શાળાના વિલીનીકરણનો નિર્ણય ભવિષ્યમાં વિઘાતક સાબીત થશે. વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દેશે તેવી દહેશત વ્યક્ત કરી હતી.  

   આદિજાતિ વિસ્તારો પૂરતી વર્ગ દિઠ વિદ્યાર્થીઓની સંખ્યા 10ની રાખવામાં આવે તો વિલીનીકરણનો પ્રશ્ન ઉકેલાય શકે તેમ છે. શાળાના વિલીનીકરણ મુદ્દે સ્થાનિકોને વિશ્વાસમાં ના લેવાયા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.

(8:00 pm IST)