Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપનીના વિસ્તારનો વ્યાપ વધતા માલપુર ખાતે નવા સેન્ટરનો ઉદ્દઘાટન કાર્યક્રમ હાથ ધરાયો.

ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપનીનું માલપુર ખાતે નવા સેન્ટરનું માર્કેટયાર્ડના પ્રમુખ દ્વારા ઉદ્દઘાટન

માલપુર : રીલાયન્સ ફાઉન્ડેશન મોડાસા પ્રેરિત ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપની  અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષથી મેઘરજ અને રામગઢી ખાતે ખેડૂતલક્ષી સુવિધા કેન્દ્રમાં પાયાનું યોગદાન આપી રહી છે, જેમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવના વેચાણ કેન્દ્રથી  લઈ ખાતર, બિયારણ,તથા ખેતી વિષયક તાલીમો દ્વારા ખેડૂત માહિતી કેન્દ્ર બનવા તરફ પગભર થઈ રહ્યું છે ,વર્તમાન સમયમાં  બાર સો જેટલા સભાસદો જોડાઈ ને તેની સેવાનો લાભ લઈ રહ્યા છે,સભાસદ ખેડૂત આર્થિક રીતે પગભર થાય તેવા ઉદેશ્ય અને ખેતી વિષયક માર્ગદર્શન સાથે બજારમાં ખેડૂતોનું થતું શોષણ અટકે  અને ખેડૂતોને  ઘર આંગણે જ પોષણક્ષમ ભાવ મળે  તે દિશામાં સતત કાર્યશીલ રહે છે,

   ચાલુ સાલમાં માલપુર તાલુકાના ખેડૂતોની જરૂરિયાત અને માંગને ધ્યાનમાં રાખી ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપની પોતાના વિસ્તારનો વ્યાપ વધારી માલપુર ખાતે માર્કેટયાર્ડમાં ગિરિમાળાનું નવું  સેન્ટર ખોલવાની જરૂરિયાત ઉભી થઇ જેને અનુસંધાનમાં 14 નવેમ્બરના રોજ માર્કેટયાર્ડ ખાતે ઉદ્દઘાટન કાર્યક્રમ હાથ ધરાયો,હતો

       ઉપરોક્ત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સહભાગી થયેલ માર્કેટયાર્ડના પ્રમુખ અને વર્તમાન ધારાસભ્ય શ્રી *જશુભાઈ પટેલ* હસ્તે ગિરિમાળા ખેડૂત ઉત્પાદક કંપનીના નવા સેન્ટરનું ઉદ્ઘાટન  કરવામાં આવ્યું , પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ગિરિમાળા ખેડૂત કંપનીને માલપુર ખાતે સક્ષમ કરવા સતત પ્રયત્નશીલ રહેશે અને તેમને આશા વ્યક્ત કરી હતી કે અહીંના ખેડૂતો માટે ગિરિમાળા એક આશાનું કેન્દ્ર બનશે, કાર્યક્રમને સફળ બનાવવા ગિરિમાળા. ખેડૂત ઉત્પાદક કંપનીના બી.ઓ.ડી,સભાસદો તથા માલપુર તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં સહભાગી થયા હતા.

(7:59 pm IST)