Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

પ્રાંતિજમાં માર્કેટ યાર્ડની અંદર ડાંગના ભાવો ઓછા મળતા ખેડૂતોએ યાર્ડમાં હોબાળો મચાવ્યો

પ્રાંતિજ:માર્કેટ યાર્ડમાં મંગળવારે સવારે ડાંગર વેચવા આવેલા ખેડૂતોને ડાંગરના ભાવો ઓછા મળતાં ખેડૂતોએ માર્કેટ યાર્ડમાં હોબાળો મચાવ્યો હતો તેમજ ખેડૂતોએ હાઈવે પર પોતાના ટ્રેકટરો મુકી દઈન ચક્કાજામ કર્યો હતો.પરિસ્થિતિ વધુ ન વણસે માટે માર્કેટ યાર્ડના સત્તાધિશોએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.

પ્રાંતિજ તાલુકામાં  આ વર્ષે વધુ વરસાદ વરસવાને પરીણામે ખેડૂતોના કપાસ અને મગફળી જેવા પાકોનો નાશ થયો છે જયારે બીજી તરફ જે ખેડૂતોએ ડાંગરનું વાવેતર કર્યુ છે તેવા ખેડૂતો પોતાના માલને માર્કેટ યાર્ડમાં વેચવા માટે જાય છે ત્યાં સરકારે ડાંગરના બાંધેલા ટેકાના ભાવ કરતાં ઓછા ભાવ મળતાં ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવે છે.મંગળવારના રોજ પ્રાંતિજ માર્કેટ યાર્ડમાં કંઈ આવું જ બન્યું છે. મંગળવારે સવારે પ્રાંતિજ માર્કેટ યાર્ડમાં ડાંગર વેચવા આવેલા વેપારીઓને ડાંગરની ખુલ્લી હરરાજી માં વેપારીઓ દ્વારા  પ્રતિમણ 270 નો ભાવ પડતાં ડાંગર વેચવા આવેલા વેપારીઓએ માર્કેટ યાર્ડમાં હલ્લાબોલ મચાવ્યો હતો.ખેડૂતોએ વિરોધ દર્શાવવા માટે પોતાના ટ્રેકટરોને હાઈવે પર મુકી દઈ હાઈવે ચક્કાજામ કર્યો હતો તયાર બાદ માર્કેટ યાર્ડના સત્તાધિશોને પોલીસ બોલાવવી પડી હતી પોલીસ આવતાં ખેડૂતોએ પોતાના ટ્રેકટરો હાઈવે પરથી હટાવી લીધા હતા.

(5:52 pm IST)