Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ગાંધીનગરમાં સે-25 માં રખડતા ઢોરોનો આતંક: બગીચાના દરવાજા ખુલ્લા રહેતા પશુઓએ અડિંગો જમાવ્યો: લોકોને હેરાન પરેશાન થવાની નોબત આવી

ગાંધીનગર:શહેરના સેક્ટર-૨૫માં આવેલાં બગીચાની સમયાંતરે જાળવણી કરવામાં નહીં આવતાં સ્થાનિક રહિશોને આનંદપ્રમોદ માટે હેરાન પરેશાન થવું પડે છે. બગીચાના દરવાજા તુટેલા હોવાના કારણે રખડતાં ઢોરો દિવસ દરમિયાન અડીંગો જમાવીને બેસી રહેતા નાના ભુલકાઓ પણ આ બગીચાનો ઉપયોગ કરી શકતાં નથી. તંત્ર દ્વારા દરકાર લેવામાં આવતી ન હોય તેવું હાલની પરિસ્થિતિએ જોવા મળી રહ્યું છે. 

પાટનગરના સેક્ટર-૨૫માં આવેલી સુર્યનારાયણ સોસાયટીમાં તંત્ર દ્વારા સ્થાનિક રહિશોના આનંદ પ્રમોદ માટે બગીચો તો બનાવવામાં આવ્યો છે પરંતુ સમયાંતરે યોગ્ય જાળવણી કરવામાં નહીં આવતાં હાલમાં બગીચો સ્થાનિક રહિશો માટે બિન ઉપયોગી થઇ જવા પામ્યો છે. બગીચાની દેખરેખ રાખવા માટે કોઇ માળી ન હોવાથી તેની યોગ્ય માવજત પણ થઇ શકતી નથી. તો બીજી તરફ બગીચાનો દરવાજો પણ તુટેલો હોવાના કારણે રખડતાં ઢોરો દિવસ દરમિયાન અડીંગો જમાવીને બેસી રહે છે. જેના પગલે નાના ભુલકાઓને રમત - ગમતના સાધનોનો ઉપયોગ કરવા માટે પણ ઢોરોનો ડર સતાવી રહ્યો છે. તો ઢોરો બેસી રહેવાના કારણે ગંદકીમાં પણ વધારો થઇ રહ્યો છે. 

(5:51 pm IST)