Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

વડોદરા: એમ.એસ.યુનિવર્સીટીના કેમ્પસને 4કરોડના ખર્ચે 3000 સીસીટીવીથી સજ્જ કરવાનો પ્રોજેક્ટ અમલમાં મુકાયો

વડોદરા: શહેરની એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસને ચાર કરોડ રુપિયાના ખર્ચે ૩૦૦૦ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવાના પ્રોજેક્ટને સત્તાધીશોએ અમલમાં મુક્યો છે.

જેના ભાગરુપે સત્તાધીશોએ વિવિધ કંપનીઓ પાસેથી ટેન્ડરો મંગાવ્યા છે.આ મહિનાના અંતમાં ટેન્ડરો ખોલવામાં આવશે અને એ પછી સિન્ડિકેટ પાસે મંજૂરી માટે દરખાસ્ત મુકવામાં આવશે.જાન્યુઆરી મહિનાથી નવા સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી શરુ થાય તેવો અંદાજ છે.

મળતી વિગતો પ્રમાણે હાલમાં કેમ્પસમાં લગભગ ૩૦૦ જેટલા કેમેરા લાગેલા છે.ેજ જુની ટેકનોલોજીવાળા એનેલોગ બેઝડ કેમેરા છે.જ્યારે નવી ટેકનોલોજીવાળા આઈપી(ઈન્ટરનેટ પ્રોટોકોલ)બેઝડ કેમેરાનો ઉપયોગ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ સત્તાધીશોએ હાથ ધર્યો હતો.જેના ભાગરુપ કેમ્પસમાં આવા ૧૮૦ જેટલા કેમેરા લગાવાયા હતા.આ પ્રોજેક્ટ બાદ હવે સત્તાધીશોએ કેમ્પસનો ખૂણે ખૂણો આઈપી બેઝડ કેમેરા એટલે કે ડિજિટલ કેમેરાથી કવર કરવાનુ નક્કી કર્યુ છે.જેમાં હોસ્ેટલ કેમ્પસનો પણ સમાવેશ થાય છે.નવા કેમેરા યુનિવર્સિટીના જ વાઈ ફાઈ નેટવર્કથી ઓપરેટ કરવામાં આવશે.

(5:47 pm IST)