Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ખેડૂત એક ભૂલ કરે તો ન ચાલે, જયારે સરકાર ભૂલો કરે તો ચાલે, આ કયાંનો ન્યાય?

ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા માર્કેટીંગ યાર્ડના ટેકાના ખરીદ કેન્દ્ર ઉપર જનતા રેડ : બારદાનમાં પણ નાફેડનો લોગો નથી, મશીનો પ્રમાણીત નથીઃ બારદાન ભેજ સાથે પણ ૯૦૭ ગ્રામના નથી છતાં સરકાર ચલાવે છેઃ આમા ભ્રષ્ટાચાર સિવાય બીજુ શું થાય

રાજકોટ,તા.૨૦: ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે ટેકાના ખરીદ કેન્દ્ર ઉપર જનતા રેડ કરવામાં આવી હતી. અભણ ખેડૂતોને નિયમો આગળ ધરી મગફળી રિજેકટ કરનાર સરકાર કેટલા નિયમોનું પાલન કરે છે. તેવા આક્ષેપો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન શ્રી પાલભાઈ આંબલીયા, ગુજરાત સમાજ સૌરાષ્ટ્રના પ્રમુખ શ્રી ચેતનભાઈ ગઢિયા અને સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસો.ના શ્રી અતુલભાઈ કામાણી દ્વારા કરવામાં આવ્યા હતા.

ગુજરાત કિસાન કોંગ્રેસની યાદી મુજબ

(૧) સરકારે ખરીદેલા બારદાન જેમાં આપણી ટેકાના ભાવની મગફળી ખરીદાય છે તેની વજન, લંબાઈ, પહોળાઈ શુ હોવી જોઈએ.... વજન ૯૦૭ ગ્રામ (+ - ૬ થી ૮ ટકા),પહોળાઈ ૬૭.૫ સે.મી., લંબાઈ ૧૧૨ સે.મી., ૩૫ કિલો ની ભરતી છે અત્યારે ખરીદીમાં વજન કરતી વખતે બારદાન સહિત ૩૬ કિલો કે ૩૬ કિલો ૧૦૦ ગ્રામ વજન કરવામાં આવે છે. ખરેખર બારદાન ૭૪૦ ગ્રામ થી ૯૦૦ ગ્રામ સુધીના છે ને જો બારદાન ને તમે અડો તો એ ભીના હોય એવું લાગે એટલે કે બારદાન ભેજ વાળા છે. બારદાન ભેજ સાથે પણ ૯૦૭ ગ્રામના નથી થતા તેમ છતાં સરકાર ચલાવે છે ને આપણી મગફળીમાં ભેજ માં એક પોઇન્ટ ઉપર નીચે થાય તો પણ ન ચાલે....આવું કેમ....????

 ૭૫૦ ગ્રામનું બારદાન હોય તો એક બારદાને ખેડૂતની ૨૫૦ ગ્રામ મગફળી વધારે જાય જો ૮૦૦ ગ્રામનું હોય તો ૨૦૦ ગ્રામ વધારે જાય ૯૦૦ ગ્રામનું હોય તો ૧૦૦ ગ્રામ વધારે જાય આમ ખેડૂતો ની ૧૦૦ ગ્રામ લેખે ૭૧ ગુણીમાં કુલ ૭ કિલો, ૨૦૦ ગ્રામ વધારે જાય તો ૧૪ કિલો અને ૨૫૦ ગ્રામ વધારે જાય તો ૨૧ કિલો એક ખેડૂતની મગફળી વધારે જાય... એટલે કે ૫૦૦ રૂપિયાથી લઈ ૧૦૫૦ રૂપિયા સુધી પ્રત્યેક ખેડૂતોની વધારે મગફળી લઈ લેવામાં આવે છે ને ખેડૂતને ખબર પણ નથી પડતી...

(૨) નિયમોનુસારના બારદાન ન હોવા કે હલકી ગુણવત્તા વાળા બારદાન હોવાના કારણે ખેડૂતોની મગફળી જોખતી વખતે ૩૫ કિલો ગ્રામની ભરતી નહિ થઈ શકે એટલે ખેડૂતોની મગફળીનો દોષ કાઢી રિજેકટ કરશે ખરેખર મગફળીનો નહિ બારદાનનો દોષ છે ગુણવત્તા બરદાનની નબળી છે ને મગફળીની ગુણવત્તા પર સવાલ ઉઠાવે છે જે યોગ્ય નથી આ બાબતે આપણે ટેકના કેન્દ્ર પર જઈ સવાલ ઉઠાવવો જોઈએ કે આવું શા માટે....???

(૩) બારદાન પર નાફેડ નો લોગો મારેલો હોવો જોઈએ પણ આખા ગુજરાતમાં જયાં જયાં ટેકાના ભાવે જેટલા કેન્દ્રમાં મગફળીની ખરીદી થાય છે તેમાં કયાંય બારદાન પર લોગો મારેલો નથી. આ લોગો શા માટે નથી લગાવ્યો....??? ભ્રષ્ટાચાર કરવા માટે....??? ગોડાઉનમાંથી સારી મગફળી કાઢી લઈ તેની જગ્યાએ ધૂળ ઢેફા માટી કાંકરા પથ્થર ભેળવવા માટે....??? આ પ્રશ્ન મગફળીના ટેકાના કેન્દ્ર પર આપણે ઉઠાવવો જોઈએ.

(૪) તોલમાપના નિયમો અનુસાર જયાં ખરીદ વેચાણ થાય ત્યાં તેના વજન કાંટા તોલમાપ વિભાગે પ્રમાંણિત કરેલા છે તેનું વજન કાંટામાં ટેગ મારવી જોઈએ અને પ્રમાણિત છે તેવું પ્રમાણપત્ર દુકાનદારોએ પોતાની દીવાલ પર લકગાવેલું રાખવું જોઈએ શાકભાજીની લારીવાળો પ્રમાણિત વજન કાંટો ન વાપરતો હોય તો તેને પણ તોલમાપ વિભાગ હજારો રૂપિયાનો દંડ કરે છે ત્યારે સરકાર દ્વારા થતી ટેકાના ભાવની મગફળીની ખરીદીમાં વપરાતા વજન કાંટા પ્રમાણિત છે કે નહીં....??? તેમાં ટેગ લગાવેલી અને પ્રમાણપત્ર તેમની પાસે છે કે નહીં એ પૂછવાની આપણા સૌની ફરજ છે અને હક્ક પણ છે આપણે ટેકાના કેન્દ્ર પર જે કોઈ ઉપસ્થિત અધિકારી હોય તેની પાસે આ પ્રમાણપત્ર માંગવું જોઈએ અને અધિકારીઓએ તે બતાવવું જોઈએ

(૫) તેવી રીતે જે મશીનમાં મગફળીનો ભેજ માપવામાં આવે છે તે મશીન પણ પ્રમણિત છે કે નહીં....??? તેનું પ્રમાણપત્ર છે કે નહીં તે પૂછવું જોઈએ

(૬) જે મશીન/વજન કાંટા દ્વારા મગફળીનો ઉતારો કાઢવામાં આવે છે તે પ્રમાણિત છે કે નહીં તેનું પ્રમાણપત્ર છે કે નહીં તે પૂછવું જોઈએ

(૭) જે લોકો (ગ્રેડર) મગફળી લાયક છે કે ગેર લાયક એવું નક્કી કરે છે તે લોકો આવું નક્કી કરવા માટે લાયક છે કે નહીં તે બાબતે તેની લાયકાત પૂછવી જોઈઅ.

 કોઈપણ વ્યકિત ગ્રેડિંગ (ગુણવત્તા ચકાસણી) ન કરી શકે તે બાબતનો નિષ્ણાત માણસ હોવો જોઈએ તેની લાયકાત ગ્રામ સેવક/ થી ઓછી ન હોવી જોઈએ અત્યારે નાફેડ દ્વારા જે સંસ્થાઓને ને મગફળીની ગુણવત્તા ચકાસણી ની જવાબદારી આપવામાં આવી છે તેના દ્વારા ૧૨ પાસ કે કોલેજ કરેલ છોકરાઓને વેતન પર રાખી લેવામાં આવ્યા છે નિયમોનુસાર બીઆરસી એગ્રીકલ્ચર, એમઆરસી એગ્રીકલ્ચર, બીએસસી એગ્રિકલ્ચર નો અભ્યાસ કરેલ હોવા જોઈએ તે ઉપરાંત તેને આ બાબતનું કામ કરેલનુ અનુભવ હોવો જોઈએ એટલે કે ગુણવત્તા ચકાસણી કરવામાં નિષ્ણાત હોવા જોઈએ

(૮) પીએફએ લાયસન્સ હોવું જોઈએ એટલે કે ભેળસેળ નિયંત્રણ ધારા નું લાયસન્સ હોવું જોઈએ સાથે સાથે ખરીદ અધિકારીના એકરાર નામાં પરથી નોમિનેશન સર્ટિફિકેટ મેળવેલ હોવું જોઈએ.

(૯) માર્કેટીંગ યાર્ડમાં ખરીદ વેચાણ કરવા માટે માર્કેટીંગ યાર્ડના અધિકારી પાસેથી ખરીદ વેચાણ અંગેનું નોંધણી પ્રમાણપત્ર મેળવવું જોઈએ

(૧૦) માર્કેટિંગ યાર્ડમાં શેષ ભર્યાની પહોંચ અથવા શેષ ભરવામાંથી મુકિત મળેલ છે તેનું પ્રમાણપત્ર હોવું જોઈએ

(૧૧) બારદાન પર જે ટેગ લાગે તે ૬ ઈંચ*૬ ઈંચ  ની જ હોવી જોઈએ તેમાં લખેલ નેટ વેઇટ અને ગ્રોસ વેઇટ મુજબ જ બરદાનનો વજન અને તેમાં રહેલા માલનો વજન સરખો હોવો જોઈએ

(૧૨) જયાં ખરીદી થાય છે તે જગ્યા સી સી ટીવી કેમેરા થી સજ્જ હોવું જોઈએ

(૧૩) જે લેબર કામ કરે છે તેનું પી.એફ. લાયસન્સ લેબર કોન્ટ્રાકટર પાસે હોવું જોઈએ

(૧૪) લેબરનો ઈએસઆઈ ( એમ્પ્લોય સર્વિસ ઈન્સ્યોરન્સ) લાયસન્સ લેબર કોન્ટ્રાકટર પાસે હોવું જોઈએ

(૧૫) ખરીદ કેન્દ્ર પર બોર્ડ, ખરીદીનો સમય, ખરીદ અધિકારીનું નામ અને સંપર્ક નમ્બર, ફરિયાદ કયાં કરવી તેની નમ્બર સાથે માહિતી અને સરકાર દ્વારા જે હેલ્પલાઇન નમ્બર જાહેર કર્યો તે જાહેર બોર્ડમાં લખેલું હોવું જોઈએ

(૧૬) જે ટ્રકમાં મગફળી ગોડાઉન સુધી પહોંચાડવાની છે તે ટ્રકનું ફિટનેસ સર્ટિફિકેટ, ટ્રક નો વીમો ભરેલ હોવો જોઈએ

(૧૭) ટ્રક માં જીપીએસ સિસ્ટમ લાગેલી ફરજિયાત હોવી જોઈએ

(૧૮) ગુમાસ્તા ધારાનું લાયસન્સ લીધેલું હોવું જોઈએ તેમ અંતમાં પાલભાઈ આંબલિયા (ચેરમેન ગુજરાત કિસાન કોંગ્રેસ મો. ૯૯૨૪૨૫૨૪૯૯) ,ચેતનભાઈ ગઢિયા (પ્રમુખ, ગુજરાત સમાજ સૌરાષ્ટ્ર) અને અતુલભાઈ કમાણી (પ્રમુખ, સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિએશન)એ જણાવ્યું હતું.

(3:28 pm IST)