Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

લાઇસન્સ રિન્યુઅલ માટે ૧ડિસે.થી આરટીઓનો ધક્કો નહિં ખાવો પડે

આરસી બુક સહિતની કામગીરી ઘેરબેઠા કરી શકાશે

અમદાવાદ તા. ૨૦: 'ફેસલેસ'સેવા અંતર્ગત ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુક માટે ૧ ડીસેમ્બરથી હવે લોકોએ એપોઇમેન્ટ લેવી નહી પડે કે અરજદારે કચેરીનો ધક્કો પણ નહી ખાવો પડે. અરજદારે માત્ર ઓનલાઇન પ્રક્રિયા કરવી પડશે, જેમા ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુઅલ અને આરસી બુક સહિતના ડોકયુમેન્ટ પોસ્ટ મારફત ઘેરબેઠાં જ મળી જશે.

અત્યારે ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન સંબંધિત કામ માટે લોકોને આરટીઓને ઓનલાઇન એપોઈમેન્ટ લેવી પડે છે. આરટીઓ ગયા બાદ સર્વર ડાઉન  સમસ્યાના કારણે લોકોને ફરી ધક્કો કે લાંબા સમય સુધી બેસી રહેવુ પડે છે પણ હવે લોકોને આ સેવાઓ માટે ૧ ડીસે.થી આરટીઓના ધક્કાઓમાંથી છુટકારો મળે તેવી શકયતા છે ઉપરાંત ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સઅંગેની માહિતી, રિપ્લેસમેન્ટ ઓફ ડ્રાઇવિંગ લાઇસન્સ જેવી સેવા ઓનલાઇન મેળવી શકાશે.

અરજદારોએ આ માટે parivahan.gov.in  પર અરજી કર્યા બાદ ઓટીપી જનરેટ થશે. ત્યારબાદ  સિનિયર કલાર્ક, હેડ, કલાર્ક કે જનસંપર્ક અધિકારી વેરિફીકેશનની કાર્યવાહી કરશે. આ અંગે એ આરટીઓ એસ.એ. મોજણીદારે જણાવ્યુ હતુ કે ૧લીની આસપાસ ઓનલાઇન સેવાઓો શરૂ થઇ જશે.

(11:56 am IST)