Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

એસટીના મુસાફરો માટે મહત્વની સવલત રાજ્યના કોઇ પણ ડેપોમાંથી પાસ મળશે

અમદાવાદ,તા.૨૦: એસટી બસમાં અપડાઉન કરતા કોઈપણ વિદ્યાર્થીઓ અને મુસાફરો હવેથી એસટીનો બસ પાસ રાજયના કોઇપણ ડેપોમાંથી કઢાવી શકશે. એસટી દ્વારા સેન્ટ્રલાઇઝ સિસ્ટમના ભાગરૂપે હવે ઓનલાઇન સિસ્ટમ શરૂ કરી છે. જેને પરિણામે વિદ્યાર્થીઓનું શિક્ષણ અને મુસાફરોનો સમય પણ બગડતો અટકશે અને સરળતાથી પાસ પાસ મેળવી શકાશે

કયારેક નાનાં સેન્ટરોમાં વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલાક ડેપોમાં પાસ નીકળતા નથી. કેટલાક એસટી ડેપોમાં સર્વર બંધ રહેતું હોય છે. આવાં અનેક કારણોસર વિદ્યાર્થીને પાસ કઢાવવા આમથી તેમ ફરવું પડે છે. ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોને આકર્ષવા અને નિગમની આવકમાં વધારો થાય તે માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે.

(11:45 am IST)