Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

નારી તુ નારાયણીઃ એસટીની વોલ્વો હવે મહિલા ચલાવશેઃ પ મહિલા તાલીમ માટે બેંગલોરમાં

એપ્રીલ ર૦ર૦ થી આ મહિલાઓ વોલ્વો દોડાવશેઃ અમદાવાદ-સુરત વચ્ચે પ્રયોગ

અમદાવાદ તા. ર૦:  ગુજરાત એસટી નિગમની બસોમાં મહિલા કંડકટર તો જોઇ હશે, પરંતુ હવે મહિલા ડ્રાઇવર પણ જોવા મળશે એ પણ સાદી કે લકઝરી નહી વોલ્વો બસ ચલાવતી જોવા મળશે.

ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા રાજયના જુદા-જુદા વિસ્તારોમાં વોલ્વો-બસ પણ દોડાવવામાં આવે છે. પરંતુ એસટી નિગમે મહિલાઓ પણ પુરૂષ સમોવડી છે, તે સાબિત કરી બતાવવા પાંચ મહિલાઓને વોલ્વો બસ ચલાવવાની તાલીમ આપવા બેંગ્લુર મોકલી છે લગભગ છ માસની તાલીમ બાદ એપ્રિલ ર૦ર૦ સુધી પાંચ મહિલા ડ્રાઇવરોને ગુજરાતમાં વોલ્વો બસ ચલાવવા અપાશે. મોટાભાગે અમદાવાદથી સુરત વચ્ચે દોડતી વોલ્વો બસોમાં મહિલા ડ્રાઇવર અને કંડકટર પણ મહિલા મુકવાનું નકકી કરાયું છે. દેશભરમાં ગુજરાત પ્રથમ એવું રાજય હશે કે જયાં વોલ્વો બસ મહિલા ડ્રાઇવર ચલાવતી હશે. અત્રે નોંધનીય છે કે, સામાન્ય બસ ચલાવવી સહેલી છે, પરંતુ વોલ્વો બસ અત્યાધુનિક ટેકનોલોજીવાળી હોવાથી તેને નિયંત્રણ કરવી ખૂબ મુશ્કેલ છે. આથી આ માટેતાલીમ પામેલા નિષ્ણાંત ડ્રાઇવરો જ રાખવા પડે છ.ે  ગમે તેટલો અનુભવી ડ્રાઇવર હોય તો પણ વોલ્વો બસ ચલાવવા તેને તાલીમ આપવી પડે છે.

(11:44 am IST)