Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

પાલનપુર-ડીસા હાઇવે પર કુશ્કલ ગામ નજીક ટ્રેલર ચાલક ડિવાઈડર તોડી ખેતરમાં ઘૂસી ગયો

સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવતા ડિવાઇડર તોડીને સીધો જ બાજુમાં ખેતરમાં ઘુસ્યો

પાલનપુર ડીસા હાઇવે પર કુશ્કલ ગામ નજીક એક ટ્રેલરના ચાલકે પુરપાટ ઝડપે પોતાનું વાહન હંકારીને ડિવાઈડર તોડી સીધો ખેતરમાં ઘૂસી ગયો હતો. બનાવમાં જાનહાનિની ઘટના ટળી ગઈ હતી

   અત્રે ઉલ્લેખનીય છે કે પાલનપુર ડીસા હાઇવે પર ડમ્પર અને ટ્રેલરના ચાલકો બેફામ રીતે પુરઝડપે વાહનો ચલાવતા હોય ઘણીવાર સર્જાતા અકસ્માતોમાં નિર્દોષ લોકો પણ જાનખુવારીના ભોગ બની જતા હોય છે. ત્યારે બાબત ની ગંભીર નોંધ લઇ આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

(10:13 am IST)