Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

કાંકરેજના ચાંગા ગામે રજા પર વતન પરત આવેલા આર્મીકર્મીનું વિજ કરંટ લાગતા મૃત્યુ

ખેતરમાં કામ કરતો હતો ત્યારે ડીપીમાંથી કરંટ લાગતાં મૃત્યુ થયું

 

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં ચાંગા ગામે એક આર્મી કર્મચારીનું વીજ કરંટથી મૃત્યુ નીપજ્યું હતું જાણવા મળ્યા મુજબ  બાબુભાઈ પટેલ નામનો આર્મી મેન રજા લઈ વતન આવ્યો હતો. તે ખેતરમાં કામ કરતો હતો ત્યારે ડીપીમાંથી કરંટ લાગતાં તેનું મોત થયું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટ માટે ખસેડીને તપાસ હાથ ધરી છે.

(12:29 am IST)