Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ઓલપાડના દેલાડ ગામમાં દીકરી જન્મે તો પરિવારનું ચાંદીના સિક્કાથી સન્માન : મીઠાઈ વહેંચી થઇ ઉજવણી

દેલાડ ગામના લોકોએ સાથે મળીને પ્રતિજ્ઞા લીધી

સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના દેલાડ ગામના લોકોએ સાથે મળીને પ્રતિજ્ઞા લીધી છે કે દેલાડ ગામમાં કોઈ પણ પરિવારમાં દીકરીનો જન્મ થશે તો એ દીકરીના પરિવારનું સમ્માન અને ચાંદીનો સિક્કો અને મીઠાઈ ખવડાવી કરવામાં આવશે, એટલું જ નહીં ગામમાં ઉજવણી કરવામાં આવશે. આ પ્રતિજ્ઞા બાદ છેલ્લા બે દિવસમાં ત્રણ દીકરીના પરિવારનું સમ્માન કરવામાં આવ્યું હતું.

   ગામના સરપંચે એક ટીમ બનાવી છે, જેણે નક્કી કર્યું છે કે દેલાડ ગામમાં જેમના પણ ઘરે દીકરીનો જન્મ થશે, તો તેના પરિવારનું લક્ષ્મીજીનો ચાંદીનો સિક્કો આપી સમ્માન કરવામાં આવશે, એટલું જ નહીં પરિવારની ખુશીને આખા ગામમાં ઉજવણીમાં બદલવામાં આવશે.
   દેલાડ ગામના યુવા સરપંચ ભાવિન પટેલ દ્વારા આ પસ્તાવ ગ્રામ પંચાયત સમક્ષ મુકવામાં આવ્યો અને તમામ લોકોએ હર્ષભેર સ્વીકારી લીધો. દેલાડ ગ્રામ પંચાયતની હદમાં આવેલા વિસ્તારમાં એક સપ્તાહમાં ત્રણ દીકરીનો જન્મ થતા ત્રણેટ દીકરીના માબાપને ગ્રામ પંચાયતનો સમ્માન પત્ર અને દીકરીને લક્ષ્મીજીની છાપનો ચાંદીનો સિક્કો અને મીઠાઈ વહેચી ઉજવણી કરાઈ હતી.

(11:02 pm IST)