Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

પાલનપુરમાં ધોળાદિવસે અપહૃત બાળકે બતાવી હિંમત : ચુંગલમાંથી નાસી છૂટ્યો

બુમબરાડા કરતા રિક્ષામાં રહેલુ ટેપ ફૂલ અવાજે વગાડ્યું છતાં નાશી છૂટવામાં સફળ

પાલનપુરમાં ધોળા દિવસે 11 વર્ષના બાળકના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ બાળકે હિંમત દાખવતા બાળક અપહરણકારોની ચુંગલમાંથી નાસી છૂટ્યો. બાળકે રિક્ષામાં બુમબરાડા કરતા રિક્ષામાં રહેલુ ટેપ ફૂલ અવાજે વગાડવામાં આવ્યું હતું. જોકે રિક્ષા ટ્રાફિકમાં ફસાતા બાળકે હિંમત દાખવી અને તે નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. ત્યારે આ મામલે બાળકના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા માટે તજવીજ હાથ ધરી છે.

(10:15 am IST)