Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

એલસીબી ખેડા પોલીસે ચોરી કરેલ ટ્રોલી સાથે શખ્સને રંગે હાથે ઝડપ્યો:વધુ તજવીજ હાથે ધરાઈ

ખેડા:જાલમપુરા સીમમાં ચોરીની ટ્રોલી સાથે એક શખ્સ ઝડપાયો એલસીબી ખેડા પોલીસ મહેમદાવાદ, કઠલાલ મહુધા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન માહિતી મળેલ કે મહેમદાવાદ તાલુકાના જાલમપુરા સીમ વિસ્તારમાં ટ્રેક્ટરની ટ્રોલી સંતાડી રાખી છે. આ ટ્રોલીની ભરતભાઈ ભીખાભાઈ ચૌહાણ (રે. ડભાણ) દેખરેખ રાખી રહ્યો છે. જેથી પોલીસે સીમમાં તપાસ કરતા આ ટ્રોલી સાથે ભરતભાઈ ચૌહાણ મળી આવતા તેની પાસે ટ્રોલીના કાગળો માંગતા મળી આવ્યા ન હતા. 
આમ આ ટ્રોલી છળકપટ કરી ચોરીની હોવાનું જણાઈ આવ્યું હતું. આ બાબતે ભરતભાઈની પૂછપરછ કરતા તેણે અન્ય સાગરીતો સાથે મળી દસેક દિવસ પહેલા ડભાણમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. મહેમદાવાદ પોલીસે ટ્રોલી કબજે કરી વધુ તપાસ માટે આરોપી તથા ટ્રોલી નડિયાદ રૂરલ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.

(5:45 pm IST)