Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

કડોદરામાં 4થા માળેથી સાલા બનેવીએ મળી યુવાનને ઉંચકીને ફેંકી દીધો

પલસાણા:નાં કડોદરા નગરમાં એપાર્ટમેન્ટમાં ચોથા માળે રહેતા ૪ર વર્ષિય શખ્સને તેના જ વતનનાં શખ્સે બનેવી સાથે મળી મારમારી ચોથા માળેથી નીચે ફેંકી દેતા મોત થયું હતું. મૃતક મારનારની બહેનને સુરત લાવ્યો હોવાની શંકા હતી.

કડોદરામાં શિવ રેસીડન્સીમાં સાંઈ સિધ્ધી એપાર્ટમેન્ટમાં ચોથા માળે શિવાજી પુડલીક વાડકેર (ઉ.વ.૪ર, મૂળ રહે. ચોકીવાડી, જિ.બિંદર, કર્ણાટક) પત્ની અનીતા અને પુત્રી સૃષ્ટી સાથે રહેતા હતા. શિવાજી ૧પ વર્ષથી કામધંધા અર્થે સુરત આવેલા હતા અને છેલ્લા ચાર મહિનાથી કડોદરા રહી સુરત ખાતે રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. શિવાજીની બહેન સંગીતા રાજુભાઈ સૂર્યવંશી સુરતનાં લિંબાયત  ખાતે પરિવાર સાથે રહે છે.
ગતરોજ સવારે સંગીતાનાં મોબાઈલ પર દૂરનાં સંબંધી મામાના દિકરા આમોલ વસંદ (રહે. રામતીર, કર્ણાટક)એ ફોન કરીને હું સુરત આવેલો છું, મરાઠી સ્કૂલ પાસે ઉભો છું. મને તારા ઘરે લઈ જા તેમ કહેતા સંગીતા સ્કૂલ પાસે જઈ આમોલને ઘરે લઈ ગઈ હતી. આમોલની બહેન બારકુબાઈ બે છોકરા લઈને પુનાથી સુરત આવેલી છે અને તારાભાઈ શિવાજીને ત્યાં રોકાયેલી છે. તેના માટે સુરતમાં ભાડેથી મકાન શોધવાનું છે. તેમ કહી સંગીતાને શિવાજીનાં ઘરે જવાનું કહ્યું હતું. જેથી સંગીતા પોતાના દિયર કૈલાશ અને આમોલ સાથે અલગ અલગ રીક્ષામાં કડોદરા શિવાજીનાં ઘરે આવ્યા હતા. શિવાજીનાં ઘરે આમોલની બહેન બારકુબાઈ બે બાળક સાથે હતી.
આમોલે કોઈને ફોન કર્યો હતો. બાદમાં આમોલનાં બનેવી યુવરાજ સંભાજી આવતા જ આમોલે ફલેટનો દરવાજો બંધ કરી યુવરાજ સાથે મળી શિવાજીને માર મારવાનું શરૂ કર્યુ હતું. આમોલની બહેને તું શિવાજીને માર નહીં હું મારી મરજીથી રોજીરોટી કમાવવા સુરત આવેલી છું તેમ કહેવા છતાં આમોલ અને યુવરાજે શિવાજીને મારમારી ફલેટની ગેલેરીમાં લઈ જઈ પગ પકડી નીચે ફેંકી દીધો હતો. 

(5:44 pm IST)