Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં મોડીરાત્રે લિફ્ટમાં બે ગર્ભવતી મહિલા સહીત 6 વ્યક્તિ ફસાયા: ભારે મહેનત બાદ બહાર કાઢવામાં આવ્યા

સુરત: મહાપાલિકાની સ્મીમેર હોસ્પિટલની લિફ્ટમાં મોડી રાત્રે ૬ લોકો ફસાઈ જતા ભાગદોડ મચી ગઈ હતી. ચોથા માળે લિફ્ટમા બે ગર્ભવતિ દર્દી સહિત છ વ્યક્તિ ૫૦ મિનિટ સુધી ફસાઈ રહ્યા હતા. જેથી ફાયર ફાઈટરની મદદ માંગવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે તમામને લિફ્ટમાંથી સલામત રીતે હેમખેમ બહાર કાઢયા હતા. ફાયર બ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી  વિગત મુજબ પાંડેસરાના વડોદ ગામમાં રહેતી ગર્ભવતિ ૧૯ વર્ષની વર્ષાદેવી શર્માને ગત રાતે પ્રસૂતાની પીડા ઉપાડતા તાત્કાલિક સારવાર માટે ૧૦૮ની એમ્બ્યુલન્સમાં સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જ્યાં લિફ્ટની મદદથી સગર્ભા વર્ષાદેવી અને તેમના પરિવારના એક સભ્ય સાથે પલસાણાના ગંગાધરાની સગર્ભા મનીષા (ઉ.વ-૨૫) તથા ૧૦૮ના ત્રણ કમર્ચારી લિફ્ટમાં ઉપર જઇ રહ્યા હતા. ત્યારે અચાનક ચોથા માળે લિફ્ટ બંધ થઇ ગઇ હતી. જેથી બંનને સગર્ભા દર્દી અને ૧૦૮ના કમચારી મળી તમામ છ વ્યક્તિઓને ગભરામણ થવા લાગી હતી.
 ૧૦૮ના કમર્ચારીએ લીફટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતા પણ ૧૫થી ૨૦ મીનીટ  સુધી દરવાજો ખુલ્યો ન હતો. તેઓ પરસીવાથી રેબઝેબ થવા લાગ્યા હતા. તેથી ૧૦૮ના કમચારીએ ૧૦૮માં ફોન કરીને આ અંગે જાણ કરી હતી. ૧૦૮એ તરત જ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર ઓફિસર કિષ્ણા મોઢ તરત ફાયર જવાનો સાથે દોડી ગયા હતા. અને દરવાજો તોડીને તમામને સલામત રીતે હેમખેમ બહાર કાઢ્યા હતા. ૫૦ મીનીટ બાદ લીફટમાંથી બહાર નીકળતા બંને દર્દી સહિત છ વ્યકિતઓ રાહતનો શ્વાસ લીધો હતો.

(5:43 pm IST)