Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

દિવાળી વેકેશન પૂરું થતા ગાંધીનગરમાં શાળોમાં બાળકો પાસેથી સફાઈ કરાવવાની કામગીરી શરૂ

ગાંધીનગર:દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ પુનઃ શાળાઓ બાળકોના કોલાહલથી ગુંજી ઉઠી છે.
ત્યારે દહેગામ તાલુકાની શાળાઓમાં વેકેશનમાં ખંડેર બની ગયેલી શાળાઓને સાફ કરવા માટે ફરી એક વાર શાળાના આચાર્યો અને શિક્ષકો બાળકોના હાથમાં પાવડો કોદાળી, સવર્ણી અને હવે તો જાડ કાપવા માટે દાંતી અને ધારિયા પણ આપવા માંડયા છે.ત્યારે ભણતરના ભોગે શાળાના વિદ્યાર્થીઓને સફાઇ કામ કરવાની નોબત આવે છે. પહેલા નવરાત્રી પછી દિવાળીના વેકેશન પૂર્ણ થયા બાદ ફરી એક વાત દહેગામ તાલુકાની સ્કૂલોમાં કામ શરૂ થઇ ગયું છે. વેકેશનમાં ખંડેર બની ગયેલી શાળાઓને સાફ કરવા માટે ફરી એક વાર શાળાના આચાર્યો અને શિક્ષકો બાળકોના હાથમાં પાવડો કોદાળી, સવર્ણી અને હવે તો જાડ કાપવા માટે દાંતી અને ધારિયા પણ આપવા માંડયા છે. 

 

 

(5:42 pm IST)