Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અમદાવાદની સિવિલમાં મહિલા ડોક્ટર સાથે બીભત્સ વર્તન કરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ:સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી એક મહિલા ડોક્ટરને ગંદા ઈશારા કરીને પરેશાન કરનારા યુવક સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. યુવકના ત્રાસથી કંટાળીને અગાઊ પણ ડોક્ટરે તેની વિરૃધ્ધ ફરિયાદ કરી હતી પરંતુ તેની હરકતો બંધ થઈ ન હતી.

આ બનાવની વિગત મુજબ શાહીબાગમાં સિવિલ હોસ્પિટલમાં રેસીડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતી ૨૫ વર્ષની મહિલા ડોક્ટર સાત વર્ષ અગાઉ ઢાબરનગર સોસાયટીમાં રહેતી હતી. જ્યાં તેના મકાનની સામેના મકાનમાં રહેતો રવિન્દ્ર પરમાર અવારનવાર તેની સામે જોયા કરતો હતો અને ડોક્ટર જ્યાં જાય ત્યાં તેનો પીછો કરતો હતો.

એટલું જ નહી તેના ઘરની દિવાલો પર અને એક્ટીવા પર અવારનવાર ડોક્ટરનું નામ લખી જતો હતો. તે સમયે ડોક્ટરે રવિન્દ્ર વિરૃધ્ધ પોલીસ ફરિયાદ આરી હતી. તેમછતા તે ડોક્ટરના નોકરીના સ્થળે તેની પાછળ પાછળ જઈને ગંદા ઈશારા કરતો હતો.

(5:39 pm IST)