Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અમદાવાદ: જવેલર્સમાં કર્મચારીની નજર ચૂકવી દાગીના તફડાવનાર મુખ્ય સુત્રધારની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી

અમદાવાદ:જ્વેલર્સની દુકાનોમાં ખરીદી કરવાને બહાને જઈને કર્મચારીઓની નજર ચુકવી દાગીના તફડાવતી ઈરાની ગેંગના મુખ્ય સુત્રધારની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. તપાસમાં આરોપી અને તેના સાગરીતોએ અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારે ગુના કર્યા હોવાનું બહાર આવ્યું છે.

અમદાવાદ તથા અન્ય રાજ્યોમાં જ્વેલર્સની દુકાનો અને શોરૃમમાં ખરીદી કરવાને બહાને જઈને કર્મચારીઓની નજર ચુકવી દાગીના ચોરી કરવાના બનાવો વધી ગયા હતા. જેને પગલે ક્રાઈમ બ્રાંચે તપાસ કરીને ઈરાની ગેંગના મુખ્ય સુત્રધાર હુસેનઅલી હમઝાઅલી સૈયદઝાફરી (ઈરાની)ની ધરપકડ કરી હતી. 

મુળ મધ્યપ્રદેશના બડવાની જીલ્લાના રહેવાસી હુસેનઅલીએ પુછપરછમાં તેના સાગરીતો સાથે મળીને છેલ્લા પાંચ વર્ષમાં અમદાવાદ, ગાંદીનગર, હળવદ, મહીસાગરના વીરપુર, સુરેન્દ્રનગર, પેટલાદ તથા અન્ય રાજ્યના ગ્વાલીયર અને ઉદયપુરમાં જ્વેલર્સની દુકાનોમાંથી દાગીના તફડાવ્યા હોવાનું જણાવ્યું હતું.

(5:38 pm IST)