Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

મગફળીની ખરીદી પાટે ચડતી જાય છેઃ આજે બપોર સુધીમાં ૫૦૧૮ ખેડૂતો પાસેથી ખરીદી

રાજકોટ, તા. ૨૦ :. રાજ્ય સરકારે નાગરીક પુરવઠા નિગમને નોડલ એજન્સી તરીકે રાખી શરૂ કરેલી મગફળીની ખરીદીમાં નાફેડ દ્વારા પણ સહયોગ મળતા ખરીદી પ્રક્રિયાને વેગ મળ્યો છે. તા. ૧૫ નવેમ્બરથી આજે બપોરે અઢી વાગ્યા સુધીમાં રાજ્યમાં ૧૨૦ જેટલા માર્કેટયાર્ડના કેન્દ્રો પરથી ૫૦૧૮ ખેડૂતો પાસેથી મગફળી ખરીદવામાં આવી છે. જે વજનની દ્રષ્ટિએ ૯૯૭૫૭ કવીન્ટલ અને કિંમતની દ્રષ્ટિએ ૫૦ કરોડ જેટલી થાય છે. આવતા દિવસોમાં મગફળી ખરીદી પ્રક્રિયામાં હજુ વધુ વેગ આવશે. જે ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે તે તમામને સરકારના નીતિ નિયમ મુજબ મગફળી ટેકાના ભાવે વેચવાની તક મળશે.

(4:20 pm IST)