Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

રાજદ્રોહ કેસઃ અલ્પેશ કથીરિયાને જામીનઃ હાર્દિક-ચિરાગ-દિનેશ સામે આરોપનામુ

રાજદ્રોહના અમદાવાદના કેસમાં હાઈકોર્ટે અલ્પેશ કથીરિયાને આપી રાહતઃ જામીન આપ્યા : હાર્દિક-ચિરાગ અને દિનેશ સામે ૧૮ પાનાનુ તહોમતનામુઃ તહોમતનામામાં ભડકાઉ ભાષણનો આરોપઃ ગુન્હો કબુલ નથી ત્રણેયની એક સાથે નાઃ કોર્ટ ફાંસી આપે તો મંંજુરઃ હાર્દિક

અમદાવાદ, તા. ૨૦ :. રાજદ્રોહના કેસમાં આજે હાઈકોર્ટ તરફથી અલ્પેશ કથીરિયાને મોટી રાહત મળી છે જ્યારે પાસના નેતાઓ હાર્દિક, ચિરાગ અને દિનેશની મુશ્કેલીમાં વધારો થયો છે.

આજે ગુજરાત હાઈકોર્ટે અલ્પેશ કથીરિયાને જામીન આપ્યા હોવાનું જાણવા મળે છે, તો બીજી તરફ રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા અને ચિરાગ પટેલ સામે ચાર્જફ્રેમની કાર્યવાહી પુરી કરવામાં આવી હતી. તેમના પર ભડકાઉ ભાષણો આપવાનો આરોપ મુકવામાં આવ્યો છે. જો કે ત્રણેય દ્વારા આરોપો સ્વીકારવાનો ઈન્કાર કરી દેવામાં આવ્યો હતો. પહેલા ત્રણેયે તહોમતનામા પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો બાદમાં ન્યાયધીશની ટકોર બાદ ત્રણેયે સહી કરી હતી.  દરમિયાન હાર્દિક પટેલે કહ્યુ હતુ કે, પોલીસે ખોટી રીતે ચાર્જશીટ રજુ કરી છે. દરેક લોકોને સભા યોજવાનો કે રેલી કાઢવાનો અધિકાર હોય છે. હાર્દિકે વધુમાં જણાવ્યુ હતુ કે, કોર્ટ ફાંસી આપે તો તેનો સ્વીકાર છે. ત્રણેય સામે ૧૮ પાનાની ચાર્જશીટ રજુ કરવામાં આવી છે.

 

૬ આઇપીએસ પોલીસ અધિકારીઓ અને ૧પ ડીવાયએસપીની અરસ-પરસ બદલી

બોટાદના એસપી તરીકે અગાઉ રાજકોટમાં ફરજ બજાવી ગયેલ હર્ષદ મહેતાની નિયુકતીઃ અમદાવાદના ડીવાયએસપી પી.એ.ઝાલાને રાજકોટ જીઇબીમાં, રાજકોટ એસસી એસટી સેલના ડીવાયએસપી ક્રિષ્નાબા ડાભીને ગાંધીનગર તથા જુનાગઢ એસીબીના ડીવાયએસપી કે.બી.ચુડાસમાની અમદાવાદ બદલી

રાજકોટ, તા., ર૦: રાજયના ગૃહ ખાતા દ્વારા આજે ૬ આઇપીએસ પોલીસ અધિકારીઓ તથા ૧પ ડીવાયએસપીઓની બદલીઓના હુકમો કરાયા છે.

આઇપીએસ અધિકારીઓની બદલીઓના આ હુકમમાં સુરત ઝોન-૩ના ડેપ્યુટી પોલીસ કમિશ્નર બીપીન આહીરને    સ્ટેટ ટ્રાફીક બ્રાન્ચ ગાંધીનગર-ર ના એસપી તરીકે , અમદાવાદ ઝોન-૭ના ડેપ્યુટી પોલીસ કમિશ્નર આર.જે.પારગીને વેસ્ટર્ન રેલ્વે વડોદરા એસપી તરીકે, વેસ્ટર્ન રેલ્વે વડોદરાના એસપી કે.એન.ડામોરને અમદાવાદ ઝોન-૭ ના ડેપ્યુટી પોલીસ કમિશ્નર તરીકે, સુરત હેડ કવાર્ટરના ડેપ્યુટી કમિશ્નર વિધિ ચૌધરીને  સુરત ઝોન-૩ના ડેપ્યુટી કમિશ્નર તરીકે, બોટાદના એસપી એસ.વી.પરમારને સુરત પોલીસ હેડ કવાર્ટરના નાયબ કમિશ્નર તરીકે તથા વડોદરા સેન્ટ્રલ જેલના એસપી હર્ષદ મહેતાને બોટાદ એસપી તરીકે નિયુકતી અપાઇ છે.

અત્રે એ નોંધનીય છે કે બોટાદ એસપી તરીકે નિયુકત થયેલ હર્ષદ મહેતા રાજકોટ ખાતે એસીપી તરીકે પ્રશંસનીય ફરજ બજાવી હતી.

જયારે ડીવાયએસપીઓની બદલીઓમાં છોટા ઉદેપુરના જે.એમ.યાદવને અમદાવાદ  કે ડીવીઝન ખાતે, ગીર સોમનાથના ડીવાયએસપી ડી.જે.ચાવડાને ડી ડીવીઝન સુરત, સુરતના  ડી ડીવીઝનના બી.સી.ઠક્કરને  સુરત ટ્રાફીક બ્રાન્ચ, અમરેલી એસસી એસટી સેલના એમ.કે.રાણાને અમદાવાદ એચ ડીવીઝન, અમદાવાદ એચ ડીવીઝનના પી.એ.ઝાલાને રાજકોટ પશ્ચિમ ગુજરાત વિજ કંપનીના નાયબ પોલીસ અધિક્ષક તરીકે,  વડોદરા જીયુવીએનએલના નાયબ પોલીસ અધિક્ષક કે.કે.પંડયાને ઉતર ગુજરાત વિજ કંપની મહેસાણા ખાતે, રાજકોટ એસસી એસટી સેલના ક્રિષ્નાબા ડાભીને માનવ અધિકારી આયોગ ગાંધીનગર ખાતે, જુનાગઢ એસીબીના કે.બી.ચુડાસમાને અમદાવાદ એસીબી, અમદાવાદ એસીબીના બી.એલ. દેસાઇને જુનાગઢ એસીબી, એસસી એસટી સેલ સુરતના ડીવાયએસપી એન.એસ. દેસાઇને સુરત ઇ વીડીઝનમાં, સુરત ઇ ડીવીઝનના પિનાકીન એસ.પરમારને સુરત શહેર એસસી એસટી સેલ, ડીસા આઇબી રીજીયનના એમ.પી. સોલંકીને જુનાગઢ રીજીયન આઇબી, ગાંધીનગર આઇબીના એ.એમ.પરમારને ડીસા આઇબી તથા એટીએસ અમદાવાદના નાયબ પોલીસ અધિક્ષક કે.એમ.દેસાઇને આઇબી ગાંધીનગર ખાતે નિયુકતી અપાઇ છે.

(3:53 pm IST)