Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અમદાવાદના નવા બાપુનગર વિસ્તારમાં ડબ્બા ટ્રેડિંગનો પર્દાફાશ :ક્રાઇમ બ્રાન્ચે ત્રણ શખ્શોને ઝડપ્યા

કરોડો રૂપિયાના વ્યવહાર સહિતના ડોક્યુમેન્ટ,લેપટોપ અને મોબાઇલ જપ્ત

અમદાવાદ:નવા બાપુનગર વિસ્તારના એક ફ્લેટમા ડબ્બા ટ્રે‌િડંગનો પર્દાફાશ થયો છે ક્રાઇમ બ્રાંચે કરતાં ત્રણ લોકોની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય સૂત્રધાર બહારગામ ગયો હોવાથી તેની ધરપકડ થઇ શકી નથી. સેબીનું લાઇસન્સ લીધા વગર ચારેય જણા ગેરકાયદે શેરની લે-વેચ કરીને ડબ્બા ટ્રે‌િડંગ કરતા હતા. ક્રાઇમ બ્રાંચે લેટરપેડ પર લખેલા કરોડો રૂપિયાના વ્યવહાર સહિતના ડોક્યુમેન્ટ કબજે કર્યા છે જ્યારે લેપટોપ અને મોબાઇલ પણ જપ્ત કર્યા છે.

 ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ બી.પી. દેસાઇ અને તેમની ટીમને બાતમી મળેલ કે સૂર્યકાંત ઉર્ફે વિક્કી સુશીલચંદ્ર ગુપ્તા નવા બાપુનગરમાં આવેલા તેમના મકાનમાં ગેરકાયદે ડબ્બા ટ્રે‌િડંગ કરી રહ્યા છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચની ટીમના પીએસઆઇ બી.પી.દેસાઇ, એએસઆઇ દિલીપકુમાર, હેડ કોન્સ્ટેબલ દિનેશભાઇ સહિતની ટીમે નવા બાપુનગર ખાતે આવેલા વૈશાલી ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમને ઘટનાસ્થળ પરથી કેતન ધીરુભાઇ રાઠોડ, ‌િહતેશભાઇ ગોયલ, સુનીલભાઇ ગુપ્તાની ધરપકડ કરી છે. ચારેય જણા સ્ટોક એક્સેન્જના કોઇ પણ લાઇસન્સ વગર શેરના લે-વેચનો ધંધો કરીને ડબ્બા ટ્રે‌િડંગ ચલાવતા હતા.

(1:51 pm IST)