Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક સત્ર શરુ :વિદ્યાર્થીઓ પાઠ્ય પુસ્તકોથી વંચિત :કોંગ્રેસ દ્વારા રજૂઆત ;તાળાબંધીની ચીમકી

ભરૂચ: જિલ્લાની શાળાઓમાં દિવાળી વેકેશન સમાપ્ત થયું છે શાળાઓ શરૂ થઈ ગઈ છે શૈક્ષણિક સત્ર શરૂ થવા છતાં હજી સુધી ધોરણ 1થી 9નાં વિદ્યાર્થીઓને પાઠ્ય પૂસ્તકો મળ્યા નથી જે સંદર્ભે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી ઝડપથી પાઠ્યપૂસ્તકો પૂરા પાડવા માંગ કરી હતી.

  ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ લેખિતમાં રજૂઆતમાં રાજ્ય સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, શાળાઓમાં બીજું સત્ર શરૂ થવાં છતાં હજી ધોરણ 1થી 9નાં વિદ્યાર્થીઓને પાઠ્ય પુસ્તકો મળ્યા નથી. જેથી સરકાર દ્વારા બાળકોનાં શિક્ષણ સાથે પણ ચેડાં કરવામાં આવી રહ્યા છે.વધુમાં જણાવ્યું છે કે, જો દિન 10માં પાઠ્યપુસ્તકો પુરા પાડવામાં નહીં આવે તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીને તાળાબંધી કરવામાં આવશે

(1:50 pm IST)