Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અમદાવાદ જમાલપુર ફ્લાયઓવર બ્રિજ નીચે 250 જેટલા વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરાશે

ત્રણ ગાળામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરપાર્ક કરવા પે એન્ડ પાર્કનો કોન્ટ્રાકટ અપાશે

અમદાવાદ: અમદાવાદ મનપા દ્વારા જમાલપુર ફ્લાય ઓવરબ્રિજ નીચે ફાયર સ્ટેશન સામે આવેલા ત્રણ ગાળામાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત અંદાજે ૨૫૦ વાહનના પાર્કિંગની વ્યવસ્થા ઊભી કવાયત હાથ ધરાઈ છે

 ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ તંત્ર દ્વારા જમાલપુર ફ્લાય ઓવરબ્રિજની નીચે ૨૦૦ ટુ વ્હીલર અને ૫૦ ફોર વ્હીલર પાર્ક કરવા માટેના પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ મહત્તમ ઓફરદાર એમ.એચ.એલ. કન્સ્ટ્રકશનની ૪.૩૪ લાખની ઓફર મંજૂર કરીને આ ઓફરદારને પાંચ વર્ષ માટે પાર્કિંગનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત મુકાઈ છે.

જમાલપુર બ્રિજની નીચે લાંબા સમયથી કેટલાક માથાભારે તત્ત્વોએ ગેરકાયદે પે એન્ડ પાર્ક શરૂ કર્યું હતુંચ, જે અંગે અવારનવાર સત્તાવાળાઓ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરાઈ હતી. જોકે હવે કાયદેસરના પે એન્ડ પાર્ક માટેનો કોન્ટ્રાક્ટ તંત્ર માન્ય ઓફરદારને અપાનાર હોઈ તેનાથી મ્યુનિસિપલ તિજોરીને આવક થશે તેમજ માથાભારે તત્ત્વોનો ત્રાસ દૂર થશે તેવો દાવો તંત્ર દ્વારા કરાયો છે.

(12:46 pm IST)