Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

અમદાવાદ-કર્ણાવતીનો વિવાદ ટ્વીટર પર નંબર-1: :#ISupportKarnavati મટે 20 હજારથી વધુ ટ્વીટ

અમદાવાદઃ અમદાવાદનું નામ કર્ણાવતી કરવાને લઈને જોરદાર ચર્ચા ચાલી રહી છે. અમદાવાદનું નામ કર્ણાવતી કરવાને લઈને જુદી-જુદી પ્રતિક્રિયા મળી રહી છે. કેટલાક લોકો નામ બદલવાની તરફેણમાં છે તો ઘણા લોકો તેની વિરોધમાં પણ છે. રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ  રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ  પટેલ પણ આ અંગે નિવેદન આપી ચુક્યા છે. 

 આ નામકરણનો મુદ્દો ટ્વીટરમાં પણ પહોંચ્યો છે હાલમાં સોશિયલ મીડિયા પર અમદાવાદ વિરુદ્ધ કર્ણાવતીને લઈને ટ્રેન્ડીંગ ચાલી રહ્યું છે. આજે ભારતભરમાં  #ISupportKarnavati નંબર-1 પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. અત્યાર સુધી તેમાં 20 હજાર કરતા વધુ ટ્વીટ થયા છે. 

અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો વિવાદ દેશભરમાં પહોંચી ગયો છે. આજે ટ્વીટર પર #ISupportKarnavati નંબર વન પર ટ્રેન્ડ થઈ રહ્યો છે. લોકો તેમાં ટ્વીટ કરીને પોતાનો મત જણાવી રહ્યાં છે. અત્યાર સુધી 20 હજાર કરતા વધુ લોકોએ ટ્વીટ કર્યાં છે. 

(11:58 pm IST)