Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

વડોદરામાં ઉશ્કેરાયેલા ભત્રીજાએ કાકાને ચાકુના ઉપરા છાપરી ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા

કાકા અમરેન્દ્ર દારૂ પીવાની ટેવ વાળો હોવાથી બન્ને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો.

વડોદરાના લક્ષ્મીપુરામાં કાકા અને ભત્રીજા વચ્ચે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા ભત્રીજાએ કાકાને ચાકુના ઉપરા છાપરી ઘા મારી હત્યા કરી છે   પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 આ અંગેની વિગત મુજવ લક્ષ્મીપુરામાં છેલ્લા દોઢ વર્ષથી ઉત્તરપ્રદેશના વતની અમરેન્દ્ર દુધનાથ અને તેમનો ભત્રીજો છેલ્લા દોઢ વર્ષથી રહે છે. કાકા અમરેન્દ્ર દારૂ પીવાની ટેવ વાળો હોવાથી બન્ને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો. ગત રવિવારે પણ બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી લક્ષ્મીપુરા પોલીસે અમ્રેન્દ્રની પ્રોહિબિસનનાં ગુનામાં ધરપકડ પણ કરી હતી. દરમિયાન બીજા દિવસે ફરી બંને વચ્ચે માથાકૂટ થતાં ભત્રીજા દીપેન્દ્ર પાંડેએ કાકા અમિન્દ્ર પાંડે પર ચાકુ વડે હુમલો કર્યો હતો. જેથી લોહીથી લથપથ હાલતમાં કાકાનું ઘટના સ્થળે મોત થયું હતું.

જો કે કાકા પર હુમલો કર્યા પછી કોઈ ને શંકા ના જાય તે માટે દિપેન્દ્ર અન્ય સબંધીને ત્યાં ભાગી ગયો હતો અને રાત્રિ સમયે ઘરે પરત આવ્યો હતો અને પોતાના કાકાની હત્યા થઈ હોવાનો પોલીસને ફોન કર્યો હતો.

જોકે પોલીસે તપાસ કરતા માહિતી મળી હતી કે, પોલીસને બાતમી આપનાર દીપેન્દ્રએ તેના કાકાની હત્યા કરી છે. જેથી પોલીસે તેની કડકાઈથી તપાસ કરતા તેને ગુનો કબૂલી લીધો હતો. બનાવ અંગે લક્ષ્મીપુરા પોલીસે કાકાની હત્યામાં સામેલ ભત્રીજા દીપેન્દ્રની ધરપકડ કરી છે.

(11:53 pm IST)