Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે વધુ 1128 દર્દીઓ સાજા થયા: નવા 1126 પોઝીટીવ કેસ :વધુ 8 લોકોના મોત : કુલ કેસની સંખ્યા 1,61,848 થઇ :મૃત્યુઆંક 3654 થયો : કુલ 1,43,927 લોકોએ કોરોનાને હરાવ્યો

સતત દસમા દિવસે નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધુ : આજે સૌથી વધુ સુરતમાં 231 કેસ, અમદાવાદમાં 178 કેસ, વડોદરામાં 113 કેસ, રાજકોટમાં 104 કેસ, જામનગરમાં 71 કેસ, ગાંધીનગરમાં 43 કેસ, મહેસાણામાં 46 કેસ, નર્મદામાં 33 કેસ, સુરેન્દ્રનગરમાં 30 કેસ, સાબરકાંઠામાં 28 કેસ, બનાસકાંઠામાં 26 કેસ, જૂનાગઢમાં 21 કેસ, અમરેલીમાં 20 કેસ નોંધાયા : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ  કહેર વર્તાવ્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો હતો ત્યારે આજે દસમા દિવસે નવા કેસ કરતા સાજા થનારની સંખ્યા વધી છે આજે 1128 દર્દીઓ સાજા થયા છે જયારે નવા 1126 પોઝિટિવ કેસ નોંધાયા છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્યા 1,61,848 થઇ છે  આજે વધુ 1128 દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં કુલ 1,43,927 દર્દીઓ સાજા થયા છે.રાજ્યમાં આજે વધુ 8 લોકોના મોત થયા છે રાજ્યમાં કુલ મૃત્યુઆંક  3654 થયો છે

 અલબત્ત ત રાજ્ય સરકારના તંત્ર અને શહેરી તંત્રના આંકળાઓમાં તફાવત યથાવત રહયો છે આજે પણ સ્થાનિક તંત્રના આંકડા અને રાજ્ય સરકારના આંકડા વચ્ચે રોજે રોજે તફાવત  જોવા મળે છે 

  રાજ્યમાં 1126 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 8 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3654 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 14267 છે જેમાંથી વેન્ટીલેટર પર 76 દર્દીઓ છે જ્યારે 14191 દર્દીની હાલ સ્ટેબલ છે. રાજ્યમાં રિકવરી રેઈટ  88 ,93 ટકા થયો છે  રાજ્યમા આજે કોરોનાના 52,915 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં અત્યાર સુધીમાં 54,79,536 ટ્સ્ટ કરાયા છે

રાજ્યમાં આજે  ,અમદાવાદ કોર્પોરેશનમાં 2 સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1,મહેસાણામાં 1,રાજકોટ કોર્પોરેશનમાં 1,અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળીને કુલ 8 લોકોના મોત થયા છે   .

  રાજ્યમાં આજે નોંધાયેલ કોરોનાના  1126 પોઝિટિવ કેસમાં સૌથી વધુ સુરતમાં 231 કેસ, અમદાવાદમાં 178 કેસ, વડોદરામાં 113 કેસ,રાજકોટમાં 104 કેસ, જામનગરમાં 71 કેસ,,ગાંધીનગરમાં 43 કેસ, મહેસાણામાં 46 કેસ, નર્મદામાં 33 કેસ, સુરેન્દ્રનગરમાં 30 કેસ,સાબરકાંઠામાં 28 કેસ,બનાસકાંઠામાં 26 કેસ, જૂનાગઢમાં 21 કેસ , અમરેલીમાં 20 કેસ નોંધાયા છે 

(7:13 pm IST)