Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

સુરતના ચોકબજાર વિસ્તારમાં ડાયાબીટિઝની બીમારીથી કંટાળી કોલેજીયન યુવાને ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત: શહેરના ચોકબજારમા ડાયાબિટીસની બીમારીથી કંટાળી જઈને કોલેજીયન યુવાને સોમવારે સાંજે ઘરમાં પંખા સાથે દોરી ઘરે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ચોકબજારના સિંગણપોર રોડ પર શાકમાર્કેટ પાસે આવેલ ક્રિષ્ના જીવન સોસાયટીમાં રહેતો 30 વર્ષીય રાહુલ નરેન્દ્ર ચૌધરી સોમવારે સાંજે ઘરમાં પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

નોંધનીય છે કે રાહુલ ફાર્મસીમાં અભ્યાસ કરતો હતો. તે છેલ્લા લાંબા સમયથી ડાયાબિટીસની બીમારીથી કંટાળી ગયો હતો. જેથી પગલું ભર્યું હતું. તેનો એક ભાઈ એમ.બી.બી.એસ.માં અભ્યાસ કરતો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

(6:05 pm IST)