Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

નવરાત્રીમાં વ્રત કરનારાએ નારી શક્‍તિનું સન્‍માન કરવુ જોઇએઃ કોઇની ટીકા કે બુરાઇ ન કરવી જોઇએઃ 11 કામ ન કરવા ગ્રંથોમાં ઉલ્લેખ

નવરાત્રિના પવિત્ર અવસરે દેવી ભગવતીની ધરતી પર પધરામણી થઈ ગઈ છે. ભક્તો તેમની આરાધનામાં લાગ્યા છે. નવરાત્રિનો સમય ખુબ જ શુભ અને મનોકામના પૂર્ણ કરનારો ગણાય છે. પરંતુ દેવીને પ્રસન્ન કરવા માટે તમારે પૂજાપાઠ સાથે કેટલીક સાવધાનીઓ પણ વર્તવાની જરૂર છે. નવરાત્રિ દરમિયાન એવા કાર્યો જરાય ન કરવા જોઈએ જેનાથી દેવી કોપાયમાન થાય.

નવરાત્રિ દરમિયાન આ કાર્યો ભૂલેચૂકે ન કરવા...

- નવરાત્રિમાં નવ દિવસનું વ્રત રાખનારા લોકોએ દાઢી મૂંછ, વાળ, નખ કાપવા જોઈએ નહીં. આ દરમિયાન બાળકોનું મુંડન કરાવવું ખુબ શુભ હોય છે.

- નવરાત્રિમાં નાની બાળકીઓ સાથે કારણ વગર મારપીટ કરવી જોઈએ નહીં.

- નારીશક્તિનું સન્માન કરો, અશ્લિલતા બિલકુલ ન કરવી.

- જો તમે નવરાત્રિમાં કળશ સ્થાપના કરો છો, માતાની ચોકીનું આયોજન કરી રહ્યા છો કે અખંડ જ્યોતિ પ્રગટાવો છો તો આ દિવસે ઘર ખાલી રાખવું નહીં.

- કારણ વગર ઝઘડા ન કરવા, અપશબ્દો ન બોલવા.

- તામસી ભોજન ન કરવું જોઈએ, ખાવામાં ડુંગળી, લસણ અને માંસાહાર બિલકુલ ન કરવો જોઈએ.

- વ્રત રાખનારા લોકોએ ચામડાની વસ્તુઓ જેમ કે બેલ્ટ, જૂતા-ચપ્પલ, બેગ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નહીં.

- વ્રત રાખનારા લોકોએ નવ દિવસ સુધી લીંબુ ન કાપવા જોઈએ.

- કારણ વગર પોાતની શક્તિના વખાણ ન કરો, વાંરવાર કોઈને ન જણાવો કે હું કઈ પણ ખાધા પીધા વગર કે અન્ય રીતે ઉપવાસ કરું છું.

- જે સ્થળે તમે ધ્યાન કે ઉપાસના કરી રહ્યા હોવ, બહારની વ્યક્તિઓને તે સ્થળથી દૂર રાખો, પવિત્રતા જાળવો.

- કોઈની ટીકા કે બુરાઈ ન કરો.

- વ્રતમાં નવ દિસ સુધી ખાવામાં અનાજ અને મીઠાનું સેવન ન કરવું જોઈએ.

- ખાવામાં સાબુદાણા, સિંધવ મીઠુ, બટાકા, સૂકો મેવો, મગફળી વગેરેનું સેવન કરવું જોઈએ

(4:43 pm IST)
  • દિલ્હીમાં ઝેરી હવાના પ્રદુષણ માટે ગેરકાયદે વસી ગયેલી વસાહતો જવાબદાર : આ વસાહતોમાં કાચા અને ધુળીયા રસ્તાઓ ઉપરથી પસાર થતા વાહનો પ્રદુષણ ફેલાવતા હોવાનો સર્વે : પાટનગરમાં 30 ટકા કોલોનીઓ જ સરકાર માન્ય : 70 ટકા જેટલી કોલોનીઓ ગેરકાયદે access_time 12:27 pm IST

  • પશ્ચિમ બંગાળમાં પૂજા પંડાલમાં એન્ટ્રી ઉપર હાઇકોર્ટની રોક : 22 ઓક્ટોબરથી શરૂ થનારી દુર્ગા પૂજા માટે પંડાલમાં લિમિટેડ લોકો જ જઈ શકશે : નાના પંડાલમાં 15 અને મોટા પંડાલમાં 25 લોકો માટે જ પ્રવેશ : વર્તમાન કોવિદ -19 સંજોગોમાં જાહેર જનતા માટે પંડાલ ખુલ્લા મુકવામાં આવે તો સંક્ર્મણમાં 3 થી 4 ગણો વધારો થઇ શકે તેવી તબીબોની ચેતવણીને ધ્યાને લઇ નામદાર કોર્ટનો આદેશ access_time 5:40 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 76 લાખને પાર પહોંચ્યો : છેલ્લા કેટલાય દિવસોથી નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં એકધારો ઘટાડો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 53,560 કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 76,48,258 થયો :એક્ટીવ કેસ ઘટીને 7,39,895 થયા : વધુ 60,571 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 67,91,188 રિકવર થયા : વધુ 703 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,15,939 થયો access_time 12:49 am IST