Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અરવલ્લીના શિક્ષિકાએ પોતાની કારને શણગારીને હરતી-ફરતી શાળા બનાવી

અમદાવાદ, તા.૨૦: કોરોના મહામારીમાં શાળાઓ ભલે બંધ હોય પણ શિક્ષકોને પણ કંઈક નવું કરવાની તક મળી છે. માલપુરના કલસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર શિક્ષિકા લીલાબહેને પણ બાળકોને ભણાવવા માટે એક નવો જ રસ્તો અપનાવ્યો છે.

કોરોના મહામારીમાં શાળાઓ ભલે બંધ હોય પણ શિક્ષકોને પણ કંઈક નવું કરવાની તક મળી છે. માલપુરના કલસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર શિક્ષિકા લીલાબહેને પણ બાળકોને ભણાવવા માટે એક નવો જ રસ્તો અપનાવ્યો છે.

કોરોનાના સમયમાં શાળાઓ બંધ છે ત્યારે સરકારી શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે જઈને અભ્યાસ કરાવી રહ્યા છે. ત્યારે બધા શિક્ષકો કરતા કઈંક વિશેષ રીતે આ કામ અરવલ્લી જિલ્લાના માલપુરમાં કલસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટરની ફરજ બજાવી રહેલ શિક્ષીકા લીલાબહેને કર્યુ છે. લીલાબહેને પોતાની કારને જ શાળા બનાવી દીધી છે. તેમણે કાર પર વિવિધ વિષયો પ્રમાણે ચાર્ટ લટકાવ્યા છે. સાથે જ બાળકોને ગમતા TLM ચાર્ટ પણ લગાવ્યા છે. લીલાબહેન વિઝીટ ડાયરી મુજબ અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોના દ્યરે કારમાં પ્રજ્ઞા કિટ લઈને જાય છે અને ત્યાં કાર પર જ ચાર્ટ લગાવીને બાળકોને શિક્ષણ આપે છે.

લીલાબેનનું માનવું છે કે કોઈ પણ કાર્ય પ્રત્યે સમર્પણ અને અવિરત પ્રતિબદ્ઘતાનો ભાવ હોય તો જ તે કાર્ય ન્યાય ને આપી શકાય છે. જેથી કોરોનાના સમયમાં જયારે કામચલાઉ શાળાઓ શરૂ કરવાની વાત સામે આવી ત્યારે તેઓએ માત્ર પંદર દિવસમાં પ્રજ્ઞા કીટ તૈયાર કરી હતી. લીલાબેન પ્રવૃતિ દ્રારા જ્ઞાન એટલે કે પ્રજ્ઞા કાર્યમાં નિષ્ણાંત છે અને રાજયકક્ષાના તજજ્ઞ છે. તેઓને હમંશા કંઈક નવું કરવાનો શોખ છે. લીલાબેનના આ કાર્યથી બાળકોમાં પણ ઉત્સાહ રહે છે. એક શિક્ષક સો માતાની ગરજ સારી છે તે ઉકિતને લીલાબેન સાર્થક કરી રહ્યા છે.

(4:03 pm IST)