Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

મહીસાગર :આત્મનિર્ભર પ્રોજેકટ હેઠળ દૂધ મંડળીના પશુપાલકોને બે ગાયો માટે લોન મંજૂરીપત્રો અપાયા

દૂધમંડળીઓમાં 5,000 થી વધુ પશુપાલકોને આ નવતર પ્રોજેકટનો લાભ આપવાનો લક્ષ્યાંક

મહીસાગર :જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બેન્ક ઓફ બરોડા અને દૂધમંડળીઓ સાથેનો MOU કરીને પશુપાલકોને બે ગાય માટે લોન આપી નવતર આત્મનિર્ભર પ્રોજેકટને પ્રારંભ કરવામાં આવ્યો છે. પ્રારંભિક તબક્કામાં વિરપુર તાલુકાની ત્રણ દૂધ મંડળીઓ હાંડીયા, વરધરા, સારીયા દૂધ મંડળીના પશુપાલકોને આ પ્રોજેક્ટ અંતર્ગત લોન મંજૂરી આપવામાં આવી છે. તેમજ આગામી સમયમાં તાલુકામાં દૂધમંડળીઓમાં 5,000 થી વધુ પશુપાલકોને આ નવતર પ્રોજેકટનો લાભ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે લોન મંજૂરીથી ખુશ પશુપાલકોએ પશુખરીદી કરી ગાયનું વિધિવત પૂજન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા કલેકટર આર.બી.બારડે જણાવ્યું હતુ કે વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા જે બે ગાયો આપવાની યોજનાની લોન આ તાલુકાના લાભાર્થીઓને લાભ આપવામાં છે અને જે પશુપાલકોએ ગાય ખરીદેલ છે. જેનાથી તેમનું જીવન ધોરણ ઉચું આવશે તેમજ દુધ ઉત્પાદનમાં પણ વધારો થશે. સાથે સાથે મળેલી લોનના હપ્તા સમયસર ભરવા સાથે તેમની આર્થિક સ્થિતિમાં વધારો થશે. કલેકટરે ગાય મેળવનાર પશુપાલકોને શુભેચ્છા પાઠવી

(11:30 am IST)