Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

સમરકંદ ઉઝબેકિસ્તાનના સ્થાનિક ઉદ્યોગ-વેપારકારોને ગુજરાતી કંપનીઓ સાથે સહયોગ-રોકાણની વ્યાપક તકો :મુખ્યમંત્રી રૂપાણી

સમરકંદમાં બિઝનેસ ટુ બિઝનેસ બેઠકોની શૃંખલા : સમરકંદ સ્ટેટ યુનિવર્સિટીના ઇન્ડિયા સ્ટડી સેન્ટરની મૂલાકાત લેતા મુખ્યમંત્રી : સોમવારે મુખ્યમંત્રી અને ગુજરાત પ્રતિનિધિ મંડળ બુખારાની મુલાકાત

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના બીજા દિવસે સમરકંદમાં બિઝનેસ ટુ બિઝનેસ બેઠકોની શ્રૃંખલા સમરકંદ ગવર્નર શ્રીયુત Erkinjon Turdimov ની ઉપસ્થિતિમાં યોજી હતી

  મુખ્યમંત્રીએ ગુજરાત ભારતમાં વિકાસનું રોલ મોડેલ અને વૈશ્વિક રોકાણકારો માટે બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું છે તેની પ્રભાવક પ્રસ્તુતિ કરી હતી વિજયભાઇ રૂપાણીએ સમરકંદ-ઉઝબેકિસ્તાનના સ્થાનિક ઉદ્યોગ-વેપારકારોને ગુજરાતી કંપનીઓ સાથે સહયોગ-રોકાણની તકો માટે આમંત્રિત કર્યા હતા

  તેમણે ઉમેર્યું કે, ગુજરાત હવે વિશ્વના વેપાર-ઉદ્યોગો-રોકાણો માટે એક મહત્વપૂર્ણ સ્થાન બન્યું છે ત્યારે ફાર્મા, ઓટો પાર્ટસ, એગ્રો પ્રોસેસિંગ અને ટેક્ષટાઇલ જેવા મહત્વના ક્ષેત્રોમાં ઉઝબેકિસ્તાનના ઉદ્યોગકારોને વ્યવસાય વિકાસમાં મદદરૂપ થઇ શકે

મુખ્યમંત્રીશ્રી અને ગુજરાત પ્રતિનિધિમંડળના માનમાં સમરકંદ ગર્વનરશ્રીએ બપોરનું ભોજન આયોજિત કર્યું હતું. 

  વિજયભાઇ રૂપાણીએ તેમના ઉઝબેકિસ્તાન પ્રવાસના બીજા દિવસનો પ્રારંભ તાસ્કંદથી હાઇસ્પીડ બૂલેટ ટ્રેન મારફતે સમરકંદ પહોંચીને કર્યો હતો આ ટ્રેન યાત્રા દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડન્ટ  શ્રીયુત  ઇક્રોમોવ સાથે ઉઝબેકિસ્તાનમાં ખેતી ક્ષેત્રે ગુજરાતના કિસાનો માટે રહેલા વ્યાપક ફલકની ચર્ચાઓ કરી હતી

 મુખ્યમંત્રીએ સમરકંદમાં બપોર બાદ સમરકંદ સ્ટેટ યુનિવર્સિટીના ઇન્ડિયા સ્ટડી સેન્ટરની  મૂલાકાત લીધી હતી અને વર્લ્ડ ક્લાસ સ્ટડીઝ સેન્ટરની પ્રવૃત્તિઓની તલસ્પર્શી વિગતો મેળવી હતી

 મુખ્યમંત્રી સોમવાર ૨૧ મી ઓક્ટોબરે તેમના ઉઝબેકિસ્તાન પ્રવાસના ત્રીજા દિવસે બૂખારાના ગવર્નરશ્રી સાથે મૂલાકાત કરવાના છે

  તેઓ ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત બી ટુ બી બેઠકોમાં પણ સહભાગી થશ  અને સાંજે બૂખારાના હિસ્ટોરીક સેન્ટરમાં ટૂરિઝમ પ્રોજેક્ટસ, ટૂરિઝમ ઝોન તથા ટૂરિઝમ ઇકો સિસ્ટમની ગતિવિધિઓ નિહાળશે 

(8:40 pm IST)