Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ધાનેરામાં ડિપ્થેરિયા રોગે હાહાકાર મચાવ્યો : વધુ એક બાળકનું મોત

સામરવાડાના છ વર્ષીય કિશનનું મોત : 20 જેટલા બાળકો સારવારમાં

બનાસકાંઠાના ધાનેરામાં ડિપ્થેરિયા રોગે હાહાકાર મચાવ્યો છે. વધુ એક બાળકનું મોત થતા મૃત્યુઆંક છ થયો છે. સામરવાડાના કિશન નામના છ વર્ષીય બાળકનું મોત થયું છે.

   હાલ 20 જેટલા બાળકો ખાનગી હોસ્પિટલમાં ડેપ્થેરિયાની સારવાર લઈ રહ્યા છે. આરોગ્ય વિભાગ પણ સતત કામગીરી કરી રહ્યું હોવા છતાં પણ મોતનો આંકડો વધતો જોવા મળ્યો. ધર ધર ડેપ્થેરિયાની રસી પીવડાવવાની ઝુંબેશ હોવા છતાં રોગનું પ્રમાણ વધતું જોવા મળ્યું છે.

(6:40 pm IST)