Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

સુરતમાં ક્રાઇમ બ્રાંચના અધિકારીનું મ્‍હો બની ડ્રાઇવરની નોકરી અપાવવા બહાને સુરત BRTSના ૩ ડ્રાયવર સાથે રૂ. ૧૦,પ૦૦ પડાવી વિશ્વાસઘાત કર્યો

સુરત : કતારગામમાં (Katargam Surat) ક્રાઈમ બ્રાન્ચના (Crime Brnach) અધિકારી તરીકે ઓળખ આપી બદમાશે BRTS બસના ત્રણ ડ્રાઈવરોને ક્રાઈમ બ્રાન્ચમાં ડ્રાઈવર તરીકે નોકરી આપવાના બહાને તેમની પાસેથી રૂપિયા 10,500 પડાવી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે. આ મામલે પોલીસે મોહમ્મદ ઇલ્યાસ બાંગી નામના શખ્સને ઝડપી પાડ્યો છે.

મૂળ દાહોદના સંજેલીના હિરોલા ગામના કલ્પેશ નરસીંગ સંગાડા બી.આર.ટીએસ બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. અને અડાજણ એલ.પી.સવાણી રોડ બીઆરટીએસ બસ ડેપો ખાતે જ રહે છે. દરમિયાન ગયા મહિને કલ્પેશની બસ કતારગામ દરવાજા પાસે બંધ થઈ ગઈ હતી તે વખતે મોહમમ્દ ઈલ્યાસ બાંગી (રહે, વીરપુર ફાટક વ્યારા) સાથે તેનો ભેટો થયો હતો. મોહમ્મદ ઈલ્યાસે પોતાની ઓળખ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી અને કલ્પેશ સંગાડા સહિત ત્રણ ડ્રાઈવરને ક્રાઈમ બ્રાન્ચમાં ડ્રાઈવર તરીકે નોકરી અપાવાને બહાને તેમની પાસેથી કુલ રૂપિયા 10,500 અનેડૉક્યુમૅન્ટ પડાલી લીધા હતા.

દરમિયાન એક મહિના ઉપરાંતનો સમય જતા કલ્પેશ સહિત ત્રણેય ડ્રાઈવરનો શંકા જતા કતારગામ પોલીસમા ફરિયાદ નોધાવી હતી. પોલીસે ડ્રાઇવરનોની ફરિયાદના આધાર ગુનો દાખલ કરી ઠગબાજ મોહમ્મદ ઈલ્યાસ બાંગીની ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં અગાઉ પણ કોઈને આ પ્રકારે છેતર્યા છે કે નહીં તેની માહિતી મેળવાશે.

(3:16 pm IST)