Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

ગુજરાતના મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ઉઝબેકિસ્‍તાન બીજા દિવસના પ્રવાસ દરમિયાન સમરકંદના ગવર્નર સાથેની બેઠકમાં ગુજરાત અને ઉઝબેકિસ્‍તાન વચ્‍ચે વેપાર-ઉદ્યોગ માટેની તકોનો વિચાર-વિમર્શ કર્યો : વિજયભાઇ આજે સવારે તાસ્‍કન્‍ડથી બુલેટટ્રેન મારફત ગુજરાતના પ્રતિનિધિ મંડળ સાથે સમરકંદ પહોંચ્‍યા છે

ગાંધીનગર : ગુજરાતના પનોતાપુત્ર મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ઉઝબેકિસ્‍તાનના પ્રવાસ દરમિયાન આજે બીજા દિવસે સમકંદ રવાના થયા છે.

આજે સવારે  મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ તેમના ઉઝબેકિસ્તાન પ્રવાસ ના બીજા દિવસ નો પ્રારંભ સમરકંદ ના ગવર્નર Erkinjon Turdimov. સાથેની મુલાકાત થી કર્યો  હતો.

 તેમણે  સમરકંદ ગવર્નર  સાથે ની  આ મુલાકાત બેઠક દરમ્યાન ગુજરાત  ઉઝબેકિસ્તાન વચ્ચે વેપાર ઉદ્યોગ ની અપાર સંભાવનાઓ અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી. વિજયભાઈ રૂપાણી આજે સવારે તાસ્કન્ડ થી બુલેટ ટ્રેન માં ગુજરાત પ્રતિનિધિમંડળ સાથે પ્રવાસ કરીને સમરકંદ પહોંચ્યા છે.

 તેમણે આ પ્રવાસ દરમ્યાન ના સમય નો સદુપયોગ ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રેસિડેન્ટ ઇક્રમોવ સાથે ગુજરાત ના ખેડૂતો માટે ઉઝબેકિસ્તાનમાં વેપાર ઉદ્યોગ ની તકો વિશે પરામર્શ કરીને કર્યો હતો.

 મુખ્યમંત્રી આજે દિવસ દરમ્યાન સમરકંદ માં બિઝનેસ ટુ બિઝનેસ બેઠકો ની શ્રુંખલા માં સમરકંદ ના ગવર્નર સાથે ઉપસ્થિત રહેવાના છે.

 મુખ્યમંત્રી અને ગુજરાત પ્રતિનિધિમંડળ ના માનમાં સમરકંદ ના ગવર્નર દ્વારા  આજે બપોર ના ભોજન નું આયોજન કરવામાં આવ્યું છે

 વિજય ભાઈ રૂપાણી બપોર બાદ સમરકંદ સ્ટેટ યુનવર્સિટીના ઈન્ડિયા સ્ટડી સેન્ટર ની મુલાકાત લેશે.

(3:33 pm IST)