Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

વલસાડમાં રીક્ષા ડિટેઇન થતા ચાલકે પોલીસ સ્ટેશન બહાર ગળે ચપ્પુ રાખીને આત્મહત્યાની ચીમકી આપી

આખરે પોલીસે રિક્ષા ચાલકને સમજાવી રિક્ષા પરત કરી

 

વલસાડમાં ટ્રાફિક પોલીસે રિક્ષા ડિટેઈન કરતા રિક્ષા ચાલકે ધમાલ મચાવી અને ગળે ચપ્પુ રાખી આત્મહત્યાની ચીમકી આપીને નાટક કર્યું હતું. સેલવાસ પોલીસ સ્ટેશનની બહાર રિક્ષા ચાલકે નાટક કરતાં રસ્તા પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

  અંગે મળતી વિગત મુજબ અઠવાડિયા અગાઉ પોલીસે રિક્ષા ડિટેઈન કરી હતી, બાદમાં રિક્ષા છોડાવવા પોલીસ સ્ટેશનના ચક્કર લગાવવા છતાં જવાબ મળતાં રિક્ષા ચાલકે આત્મહત્યાનું નાટક રચ્યું હતું. જો કે આખરે પોલીસે રિક્ષા ચાલકને સમજાવી રિક્ષા પરત કરી હતી.=

(12:58 am IST)
  • લંડનમાં વસતા પાકિસ્તાની નાગરિકો દિવાળીના દિવસે પણ સખણાં નહીં રહે : 370 મી કલમ મામલે ભારતીય દૂતાવાસ સામે મોરચો લઇ જવાની તૈયારી : મેયર સાદીકખાનને ઘટતું કરવા ભારતીય મૂળના નાગરિકોની વિનંતી : ભારતના સ્વાતંત્ર્ય દિવસે પણ દૂતાવાસ સામે હંગામો મચાવ્યો હતો access_time 8:31 pm IST

  • ગોવામાં માદક પ્રદાર્થ સાથે ત્રણ નાઈઝિરિયનની ધરપકડ : ઉતરી ગોવાના કલાંગુતેના જાણીતા દરિયા કિનારે ત્રણ નાઈઝિરિયન નાગરિકો ફર્નિનાન્ડ ઓકોનકોવો (ઉ,વ, 47 ) માઈકલ ઓકફો ( ઉ,વ, 38 ) અને ઓગેચુકવું પ્રિસિયસ અનુતનવાં ( ઉ,વ, 29 ) ને ગોવા પોલીસે પ્રતિબંધિત કોકીન રાખવા બદલ ધરપકડ કરી access_time 12:48 am IST

  • ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયાને હોસ્પિટલમાં દાખલ કરાયા : મંત્રી બાવળીયાને ડેન્ગ્યુની અસર : બાવળીયાને ગઈરાતથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાનું જાણવા મળે છે. access_time 3:42 pm IST