Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

નવસારીના વાંસદા અને તાપીના ડોલવણ પંથકમાં રાત્રે 2.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

ડોલવણના પદ્મડુંગરીની આસપાસ અને નવસારીથી 42 કિમી દૂર ઉકાઇ ગામકેન્દ્રબિંદુ

 

તાપીના ડોલવણ નજીક 2.8ની તીવ્રતાના આંચકા અનુભવાયા જ્યારે નવસારી જિલ્લામાં વાસંદા અને આસાપાસના વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.

તાપીના ડોલવણ નજીક 2.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. આ ભૂકંપનું ડોલવણના પદ્મડુંગરીની આસપાસ કેન્દ્ર બિંદુ નોંધાયું છે. વારંવાર આંચકાઓથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.

નવસારી જિલ્લામાં ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. વાંસદા અને આસપાસના વિસ્તારોમાં રાત્રે 8.55 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ નવસારીથી 42 કિમી દૂર ઉકાઇ ગામ નોંધાયું છે. રિક્ટર સ્કીલ પર 2.8ની તીવ્રતા નોંધાઇ છે. એક અઠવાડિયામાં બીજો આંચકો અનુભવાયો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ નવસારીના વાંસદા અને આસપાસના વિસ્તારોમાં રાત્રે 1.45 મિનિટે 2.7ની તીવ્રતાના ભૂકંપના આચંકા અનુભવાયા હતા. જેનું કેન્દ્ર બિંદુ નવસારીથી 44 કિલોમીટર દૂર ઉકાઈ ગામ હોવાનું સામે આવ્યું હતું. વાંસદાના ઉનાઈ, ખડકલ સર્કલ, જૂજ ગામ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

(12:10 am IST)